રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તો આરોપીએ નમકીનની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. તો રામચંદ્ર પાસવાન નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. તો કટલેરીની રેકડીના ફેરા આરોપી રામચંદ્રએ કર્યું હતુ. તો આજી ડેમ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
તો આરોપીને ફાંસીની સજા આપવા પરિવારજનોએ માગ કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં ૧૪ વર્ષની સગીરા પર બળજબરીથી બળાત્કાર ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા તથા મુખ્ય આરોપીને મદદગારી કરનારને ૦૩ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.તો સમગ્ર કેસની હકીકત અનુસાર ૧૪ વર્ષની સગીરા શાળામાં ભણતી હતી તે દરમિયાન મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ તેને વારંવાર શાળાએ જઈને પરેશાન કરતો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો.
Recent Comments