fbpx
ગુજરાત

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે TRB જવાન રૂપિયા પડાવતો કેમેરામાં કેદ થયોબે હજાર રૂપિયાના દંડનું કહીને ૩૦૦ રૂપિયાની માગણી કરી

રાજકોટમાં ્‌ઇમ્ જવાનના બેફામ ઉઘરાણાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાફિક જવાને વાહન ચાલકને રોકીને રૂપિયા પડાવ્યા. ્‌ઇમ્ જવાને બે હજાર રૂપિયાના દંડનું કહીને ૩૦૦ રૂપિયાની માગણી કરી. પહેલા ્‌ઇમ્ જવાને કહ્યું તમારે ૨ હાજર ભરવા પડશે અને ત્યારબાદ કહ્યું જાે ૨ હજાર ના ભરવા હોય તો ૩૦૦ રૂપિયા આપી દો. આ રીતે વાહન ચાલકો પાસેથી તોડ કરવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ બનાવ બાદ વાહન ચાલકે થોડીક રકઝક કરીને છેવટે ૨૦૦ રૂપિયામાં પતાવટ કરી લીધી. આવા બેફામ ઉઘરાણા કરતા ્‌ઇમ્ના જવાનો સામે વરિષ્ઠ અધિકારીઓ પગલા લે તેવી લોકો માગણી કરી રહ્યાં છે. ્‌ઇમ્ જવાનોને રસ્તા પરના ટ્રાફિક નિયમન માટે રાખવામાં આવે છે પરંતુ અહીં રાજકોટમાં કઇંક અલગ જ રીતે ્‌ઇમ્ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts