રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામનાં યુવાનની હત્યાપોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આરોપીઓની શોધખોળ હાથ ધરી
રાજકોટના જામનગર રોડ પર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના જલારામ હોટલ નજીકની બની હોવાનું સામે આવ્યુ છે. જ્યાં ૩થી ૪ શખ્સોએ મળીને પ્રકાશ સોનારા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. મૃતક ખંઢેરી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપીઓ પણ ખંઢેરી ગામના જ હોવાનું અનુમાન છે. અંગત અદાવતમાં આરોપીઓ પ્રકાશ સોનારાની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જાેકે પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Recent Comments