સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના નવા મેયર તરીકે ડો. પ્રદીપ ડવની અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી

છ મનપાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ આજે રાજકોટના મેયરની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના નવા મેયર તરીકે ડો.પ્રદીપ ડવની તાજપોશી કરવામાં આવી છે. જ્યારે ઇસ્ઝ્ર સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ડેપ્યૂટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ તેમજ શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ઘવા અને દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની વરણી કરવામાં આવી છે.

રાજકોટ પહેલાં ભાજપ દ્વારા સુરતના મેયર અને પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. સુરતને નવા મેયર મળી ગયા છે. હેમાલી બોઘાવાલાને સુરતના નવા મેયર બનાવાયા છે. જ્યારે દિનેશ જાેધાણીને સુરતના ડેપ્યૂટી મેયર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એસએમસી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. તેમજ શાસકપક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની નિયુક્તિ કરવામાં આવી છે.

છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર અને પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે રાજકોટ, સુરત અને જામનગરના મેયર અને પદાધિકારીઓનાં નામોની જાહેરાત બાકી હતી. જેમાં આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશ માટે મેયર તરીકે હેમાલી બોઘાવાલાને સંદ કરવામાં આવ્યા છે. આ અગાઉ ૩ મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ હતી. જેમા અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદ વરણી થઈ હતી.

નવનિયુક્ત પદાધિકારીની યાદી
મેયર-ડો.પ્રદીપ ડવ
ડે.મેયર-ડો.દર્શીતા શાહ
શાસક પક્ષના નેતા- વિનુ ઘવા
શાસક પક્ષના દંડક-સુરેન્દ્રસિંહ વાળા

સ્થાયી સમિતિના સભ્યો
૧.પુષ્કર પટેલ
૨.મનીષ રાડિયા
૩.બાબુ ઉધરેજા
૪.ચેતન સુરેજા
૫.નીતિન રામાણી
૬.ડો.અલ્પેશ મોરઝરીયા
૭.જયમીન ઠાકર
૮.નેહલ શુક્લ
૯.નયના પેઢડીયા
૧૦.દુર્ગાબા જાડેજા
૧૧.ભારતી પરસાણા
૧૨.ભારતી પાડલીયા

Related Posts