લાઠી પોલીસ દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ગામના આદમ બાદરખાન પઠાણ (ઉ.વ.૩૦) નામના શખ્સની આ મોબાઇલ ચોરીમા ધરપકડ કરવામા આવી હતી. પીએસઆઇ પી.એ.જાડેજા અને તેમની ટીમે ચાવંડ નજીકથી આ શખ્સને મોટર સાયકલ પર ઝડપી લીધો હતો. તેની બેગમા જુદાજુદા સાત મોબાઇલ મળી આવ્યા હતા.
જે અંગે કોઇ આધાર પુરાવા ન હોય આગવીઢબે પુછપરછ કરતા તેણે આ મોબાઇલ ચોરીના હોવાનુ કબુલ્યુ હતુ. આ મોબાઇલ તેણે રાજકોટ જિલ્લાના જંગવડ, ખારચીયા તથા વિરનગર તથા ભુજ પંથકમાથી ચોર્યા હતા. આ શખ્સ અગાઉ પણ ચોરીમા ઝડપાઇ ચુકયો છે. તેની પાસેથી સાત મોબાઇલ ઉપરાંત એક મોટર સાયકલ તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૪૪,૭૭૦નો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો.


















Recent Comments