રાજકોટ શહેરમાં રખડતા ઢોર પ્રશ્ને રાજકોટના પૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન વલ્લભ કથીરિયાએ વિવાદિત નિવેદન આપ્યું છે. વલ્લભ કથીરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હત્યા, આત્મહત્યા અંગે કાયદો હોવા છતાં શું ગુનાઓ બંધ થાય છે? એ જ રીતે રખડતાં ઢોરના પ્રશ્ને કાયદો છે તો સીધું બંધ કેમ થાય? રખડતાં ઢોર મુદ્દે કાયદો છે, ધીમે ધીમે તેમાં સુધારો થશે.
પોલીસ અને કોર્પોરેશન પ્રયાસો કરે છે. આમાં ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે રખડતા ઢોરના પ્રશ્નનો પણ ઉકેલ આવશે. વલ્લભ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, રખડતા ઢોરમાં લીગલ કાર્યવાહી કરવી, માલધારીઓને સમજાવવા અને માલધારીઓને વૈકલ્પિક સુવિધા આપવી સહિતના પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોના દરમિયાન મેં આવા ૨૭૨થી વધુ સેમિનાર અને વેબિનાર કર્યા છે. હું ગુજરાત ગૌ સેવા આયોગમાં હતો ત્યારે ગુજરાતના મહાનગરોમાં કોર્પોરેશન, માલધારીઓ, યુવાનો, પોલીસ સાથે બેઠક કરીને આ પ્રશ્નનો હલ કેવી રીતે લાવવો એની ચર્ચા કરતો હતો.
Recent Comments