રાજકોટના ભંડારીયામાં પિતરાઈ ભાઈએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીરાને તેના ફઇના દીકરાએ જ હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં ઝનાના વિભાગની તપાસ દરમિયાન સગીરાને પેટમાં ૩ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. આથી હોસ્પિટલ ચોકીએ ભાડલા પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીરાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ દુષ્કર્મના બનાવમાં સગીરા સાથે તેના ફઈના દીકરાએ જ શરીર સંબંધ બાંધી લીધાનું સામે આવ્યું હતું. ૧૫ વર્ષની એક સગીરાને પેટના દુઃખાવાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહી લાવવામાં આવતા ઝનાના વિભાગમાં સારવાર દરમિયાન સગીરાના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. બાદમાં સગીરાની પુછપરછમાં એવી વિગતો ખુલી હતી કે. તે હાલ જસદણના ભંડારીયા ગામની વાડીમાં માતા-પિતા સાથે રહે છે. ત્રણેક મહિના પહેલા તેના ફઈ વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા. હોળીના તહેવાર પર તે વતનમાં ગયા બાદ ફરી જસદણના ભંડારીયા ગામમાં પોતાના માતા-પિતા પાસે પરત ફરી હતી. પરંતુ અચાનક દુઃખાવો થતા પ્રથમ સરધાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અહીં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. તેના ફઇના સગીર વયના દીકરાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આથી ભાડલા પોલીસે જરૂરી કાગળો કરી જે વિસ્તારમાં બનાવ બન્યો તે વિસ્તારના પોલીસ મથકમાં જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ૧૯ દિવસ પહેલા પડધરીમાં ૧૩ વર્ષની દીકરી પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની બનાવ સામે આવ્યો હતો. સતત ચાર વર્ષ સુધી અવારનવાર દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે દીકરીએ પોતાના સગા પિતાને આપવીતી જણાવી તો પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ દીકરી સાથે પડધરી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
અને સાવકા પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી. ચાર વર્ષ પહેલા દીકરીના સગા પિતા સાથે માતાએ છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં પડધરી નજીક આવેલા ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પહેલા ઘરની દીકરી માતા સાથે સાવકા પિતા સાથે રહેતી હતી. પરંતુ સાવકા પિતાએ હવસનો શિકાર બનાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
Recent Comments