રાજકોટના માધવપ્રિયદાસ સ્વામીએ ત્રણ કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો
રાજકોટ ના માધવપ્રિયદાસ સ્વામી ના આગોતરા જામીન રદ કરાયા છે. માધવપ્રિયદાસ સ્વામીએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. રાજકોટ ના માધવપ્રિયદાસ સ્વામી ના આગોતરા જામીન રદ કરાયા છે. માધવપ્રિયદાસ સ્વામીએ સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. કોર્ટે સ્વામીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. માધવપ્રિયદાસ સ્વામી સામે ત્રણ કરોડની ઠગાઈ મામલે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ કાર્યવાહી કરતાં પોલીસે ગુનામાં સંકળાયેલ ૩ આરોપીઓની ધરપકડ કરી હતી.
જ્યારે આ ગુનાના આરોપી માધવપ્રિયદાસ સ્વામી ફરાર થઈ ગયા હતા. જેના બાદ પોલીસે માધવપ્રિયદાસ સ્વામી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ મામલામાં માધવપ્રિયદાસ સ્વામીએ સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા બનાવવા માટે ફરિયાદી પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી હતી. માધવપ્રિયદાસ સ્વામી ઉપરાંત આ છેતરપિંડીના આ ગુનામાં જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણના નામનો પણ સમાવેશ થાય છે. પોલીસે કાર્યવાહી કરતાં આણંદ સહિતના આશ્રમે રાજકોટ પોલીસે દરોડા પાડ્યા હતા.
જાે કે આ દરોડામાં કંઈ હાથ ના લાગ્યું પરંતુ અન્ય એક મળેલ બાતમીમાં ગોવામાં દરોડા પાડી બોગસ ખેડૂત કહેવાતા ભૂપેન્દ્ર અને વિજયસિંહની અટકાયત કરી હતી. આ દરોડા બાદ માધવપ્રિયદાસ સ્વામી સહિત ગુનામાં સામેલ અન્ય સ્વામીઓમાં ફફડાટ જાેવા મળ્યો. પોલીસને શંકા છે કે આરોપીઓ વિદેશ ભાગી જશે તેથી પોલીસ આરોપી સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરી. આ નોટિસને પગલે ફરાર માધવપ્રિયદાસ સ્વામી દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી. આ જામીન અરજી કોર્ટે ફગાવી.
Recent Comments