fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના વિકાસલક્ષી કામો માટે મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટના વિવિધ વિકાસકામો માટેની ગાંધીનગર ખાતે હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા રાજકોટમાં શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબક્કે ૩૦૦ બેડની તેમજ આગામી સમયમાં તેમાં ૧૦૦ બેડ વધારીને કુલ ૪૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો ર્નિણય મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો છે. શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલમાં જર્જરિત અને બિનઉપયોગી હાલત હોઈ તે સ્થાન ઉપર નવી હોસ્પિટલ બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ અને શ્રી બાઈસાહેબા ગલ્સ સ્કૂલનું જૂનું માળખું જળવાઈ રહે તેને ધ્યાને રાખીને શિક્ષણના હેતુ માટે તેનો પીપીપી ધોરણે નવીનીકરણ કરવાનો પણ મુખ્યમંત્રીના હસ્તે ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં આ બંને સ્કૂલોના મેદાન એક કરીને એક વિશાળ મેદાન તૈયાર કરવામાં આવશે.


મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, હાઉસિંગ વિભાગના સચિવ લોચન શહેરા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, એન.આર.એચ.એમ.ના એમ.ડી. રૈમ્યા મોહન, મુખ્યમંત્રીના ખાસફરજ પરના અધિકારી કમલ શાહ, ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ચેતન રામાણી, માધાંતાસિંહ જાડેજા, રાજકોટ કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts