સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના શાસ્ત્રી મેદાનમાં જુગાર રમતા 3 પકડાયા: પોલીસે ૨૨૫૬૦ની રોકડ કબ્જે કરી

રાજકોટમાં જુગાર પ્રેમીઓ પકડાયા. શાસ્ત્રી મેદાનમાં ખુલ્લેઆમ રમી રહેલા 3 પત્તા પ્રેમીઓ પકડાયા. રાજકોટની એ ડિવિઝન પોલીસે આ પત્તા પ્રેમીઓને પકડી પડ્યા અને તેમના પાસેથી કુલ ૨૨૫૬૦ની રોકડ કબ્જે કરી. રાજકોટમાં આવેલ શાસ્ત્રી મેદાનના ખુલ્લા પટ્ટમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કોન્સ. સાગરદાન દાતી, કોન્સ જયરાજભાઇ કોટીલા તથા કોન્સ જગદીશભાઇ વાંકને મળતા દરોડો પાડી ભાવેશ નટવરલાલ શાહ (ઉ.વ.૫૧ રહે.વાઘપરા શેરી નં.૨ મોરબી, હકા લક્ષ્મણભાઇ ચાવડીયા (ઉ.વ.૫૦ રહે.ગામ સગદલપુર તા.જી.ગાંધીનગર) અને ગોપાલ મોહનભાઇ કોછલે (ઉ.વ.૩૪ રહે.બળગીયાત ગામ તા.કુસકી રાજય મ.પ્રદેશ)ને તીનપત્તિનો જુગાર રમતા પકડી લઈ ગંજીપાના તથા રોકડ રૂપિયા ૨૨,૫૬૦ કબ્જે લીધા હતાં. પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે.એસ. ગેડમએ દારૂ/જુગારની બદી નાબુદ કરવા સુચના આપી હોઈ પીઆઇ સી.જી.જોષી, પીએસઆઇ ટી. ડી. ચુડાસમા, એ.એસ.આઇ.બી વી ગોહીલ, એચ.આર. ચાનીયા, હેડકોન્સ કરણભાઇ વીરસોડીયા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક, સાગરદાન દાતી, કેતનભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, અશ્વીનભાઇ પંપાણીયા તથા હરવિજયસિંહ ગોહિલએ આ કામગીરી કરી હતી.

Related Posts