રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજય વે બ્રીજવાળી શેરીમાં પ્રેસિડેન્ટ ઇન કોર્પોરેશન નામના કારખાનામાં એલસીબી ઝોન-1 ની ટીમે દરોડો પાડી બે પિતરાઈ બંધુને ખેતરમાં વપરાતી પ્રતિબંધિત જંતુનાશક દવાઓના જથ્થા સાથે પકડી લીધા છે. જેમાં અલગ અલગ મટીરીયલ્સ એકઠા કરી કારખાનામાં જ આવી દવા બનાવી વેંચતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 1,94,300ની દવા જપ્ત કરી FSLમાં મોકલી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. • થોડા મહિનાથી કારખાનાના બે ભાગીદાર માલીક દવા બનાવીને વેંચતા હોવાનું પોલીસ સમક્ષ રટણ • સારવાર બાદ પણ પગ સાજો ન થતા યુવકે આપઘાત કર્યો પ્રેસિડેન્ટ નામના કારખાનામાં ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાઓ કે જે પ્રતિબંધીત છે તેનો જથ્થો હોવાની બાતમી મળતાં દરોડો પાડવામાં આવતાં પોલીસે કારખાનામાંથી એકે 56 પેરામાઉન્ટ નામની દવાના 500 મીલીના 10 નંગ, 250 મીલીના 20 નંગ, પોલી કિંગના 500 મીલીના 20 નંગ, ચીંગારીના 1 લિટરના 20 નંગ, 500 મીલીના 20 નંગ અને 250 મીલીના 40 નંગ મળી આવતાં કુલ રૂ. 1,94,300ની પ્રતિબંધિત દવા કબ્જે કરી FSL અધિકારીને બોલાવી નમુના લેવડાવ્યા હતાં.પોલીસે કારખાનાના ભાગીદાર એવા ચિરાગ મગનભાઇ પેઢડીયા અને ચેતનભાઇ નાથાભાઇ લીંબાસીયાની પુછતાછ કરી હતી. આ બંને ચારેક વર્ષથી કારખાનુ ધરાવે છે. પરંતુ આ દવા થોડા મહિનાથી પોતે જ બનાવીને વેંચતા હોવાનું રટણ કર્યુ હતું. મુળ ભાવનગરનો વતની અને હાલ રાજકોટના નાના મવા સર્કલ પાસે કેટલાક દિવસથી માતા, ભાભી સાથે રહેવા આવેલા મહેશ દેવજીભાઇ બથવાર (ઉ.વ.30) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મહેશ ચાર બહેન અને બે ભાઇમાં નાનો છે અને સેન્ટીંગ કામ કરે છે. તેના એક પગ પર ગરમ પાણી ઢોળાયું હોઇ તેના કારણે દાઝી ગયો હોઇ સારવાર કરવા છતાં સારું થતું ન હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી તાલુકા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં બેરેક નં. 5 નવી જેલ નં. 1 માં રખાયેલા કેદી શક્તિસિંહ કૃષ્ણસિંહ વાળા (ઉ.વ.29)ને ગઇકાલે સાંજે બેરેકમાં આંચકી ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેદી શક્તિસિંહ વિરૂધ્ધ આઇપીસી 406, 420, 465 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેથી તે કાચા કામના કેદી તરીકે જેલમાં સજા કાપી રહ્યા છે.
રાજકોટની એલસીબી ઝોન-1 દ્વારા કારખાનામાંથી રૂ.1.94 લાખનો પ્રતિબંધિત જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો

Recent Comments