રાજકોટની પરિણીતાએ પતિ રફીક સુલતાનભાઈ બેલીમ, સસરા સુલતાનભાઈ સીમાનભાઇ બેલીમ, સાસુ હમીદાબેન સુલતાનભાઈ બેલીમ અને નણંદ, શબાના સરફરાઝભાઈ બેલીમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, મારા લગ્ન તા.૦૭/૧૨/૨૦૦૩ના રોજ સજકોટના રહેવાસી સુલતાનભાઇ રહેમાનભાઇ બેલીમના દીકરા રફીક સાથે થયા હતા. હાલ અમને સંતાનમાં ૧ દીકરી અને ૧ દીકરો છે. અમો પતિ-પત્ની અમારા લગ્ન બાદ સંયુક્ત પરીવારમાં રહેતા હતા. મારા લગ્નબાદ અમારો ઘર સંસાર સારી રીતે ચાલતો હતો પરંતુ મારા પતિને જુગાર રમવાની ટેવ પહેલેથી જ હોય જેથી તે જુગાર રમતો હતો આથી તેને મારા દાગીના આ જુગાર રમવામા ગીરવે મુકી દીધેલ અને આ બાબતે અમારા બન્ને પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો હતો. મારા સંતાનોના જન્મ બાદ મારા સાસરિયાના ઘરમા રહેવામાં સાંકળ પડતી હોય આથી અમો બન્ને પતિ-પત્ની તથા અમારા બાળકો સાથે મારા માતા-પિતાના ઘરમાં ભાડે રહેવા ગયા હતા મારા પતિએ ત્રણેક મહિના ભાડુ મારા માતા-પિતાને આપેલ ત્યારબાદ ભાડુ આપેલ નથી છતા મારા માતા-પિતા અમોને રહેવા દેતા હતા. પણ મારા સાસુએ કહ્યું હતું કે, મને એકલા ફાવતું નથી તો છોકરાઓને મારી પાસે મોકલ’ તેથી અમે મેં મારા બન્ને બાળકોને તેમની સાથે રહેવા મોકલ્યા હતા.
પણ હવે મારા સાસુ-સસરાએ મારા બાળકોને પણ મારાથી અલગ કરી દીધેલ છે. અને તેને મારી પાસે આવવા પણ દેતા નથી. મારા નણંદ મારા પતિને ચડામણી કરતા હોય આથી મારા પતિ તેનુ કહ્યુ જ માને છે. મારી નણંદ મારા પતિને મારી સાથે છુટા છેડા કરવા માટે દબાણ કરે છે. મારા નણંદે મારા પતિને કહ્યું હતું કે,’ તું બીજી સાથે મૈત્રીકરાર કરીને બીજા લગ્ન કરી લે, તારી પત્ની કંઇ નહી કરી શકે, એને તું એના પિયરે મૂકી આવ’ તેથી મારા પતિને વ્યાજે લીધેલા પૈસાએ બીજી સ્ત્રી સાથે આડા સબંધ રાખતા હતા. તે મને રાખવા માંગતા નથી અને તે મને હતા કે, ‘મારે તું જાેઇતી નથી’ અને મારી સાથે મારા માતા-પિતાના ઘરે રહેવા આવી ગયા હતા. અમો પતિ-પત્ની મારા માતા-પિતાના ઘરે રહેતા હતા ત્યારે મારા પતિ મારૂ નામ આપીને બધા પાસેથી પૈસા લઇ આવતા હતા અને આ રીતે તેણે બધી જગ્યાએ લેણા કરેલ હતા. મારા પતિથી આ લેણા વારાને પૈસા ભરી શકાય તેમ ન હતુ આથી મારા પતિએ મારા ભાઇ પાસેથી પણ પૈસા લીધેલ હતા અને બધા લેણા વારાને ભરેલા હતા.મારા પતિ છેલ્લા દોઢેક વર્ષથી મને એકલા મુકીને જતા રહેલ છે. અને લેણદારો આજે પણ મારા ઘરે આવે છે અને હુ તેના લેણા ભરૂ છું.
છતા આ મારા પતિને મારી કંઇ પડી નથી. મારા સાસુ-સસરા મારી સાથે કારણ વગરના ઝગડાઓ કરતા હતા મારા સાસુ-સસરા પણ મારા પતિને મારા વિરૂધ્ધ ચઢામણી કરતા હતા. મારા સસરા હુ જ્યાં ચીકનનો ધંધો કરતી હતી ત્યાં આવીને બધા ગ્રાહકોને અપશબ્દો બોલતા હતા. જેથી મારો વ્યવસાય ન ચાલે. મારા સાસુ-સસરા મને પણ અપશબ્દો આપતા હતા. આમ મારા પતિ તથા સાસરીયાઓના શારીરીક અને માનસિક ત્રાસથી કંટાળી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરું છું. નોંધનીય છે કે, મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે આઇ. પી. સી.કલમ-૪૯૮(૬),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટમાં પરિણીતા સાથે સાસુ-સસરા કારણ વગરના ઝગડો કરી અપશબ્દો બોલી ત્રાસ ગુજારતા હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત બહેનની ચઢામણીથી પતિ પરિણીતાને તેના પિયરે મૂકી આવ્યો હતો અને પરિણીતાના નામે જ વ્યાજે પૈસા લઈ આડા સંબંધ રાખતો હતો. આ મુદ્દે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
Recent Comments