રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા ૧૯ વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી ૫ વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું છે. એમાં તેમણે હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ કૃત્ય આચરનારા ૩ વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે નાહવા ગયો હતો એ સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી ૩ ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં વિદ્યાર્થીને ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે’નું કહેવામાં આવ્યું હતું.
અગાઉ થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો શું આ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરાયો હતો, એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. થોડા સમય પહેલાં પણ આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતી કિસ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને માર મારતી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. આમ, વારંવાર મારવાડી યુનિવર્સિટી વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી આવી છે. હજુ બે મહિના પહેલાં જ મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેની જાણ થતાં કુવાડવા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું અને યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વિદ્યાર્થીના આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ વિદ્યાર્થીના આપઘાત પાછળ પણ શું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકમેઇલ કરાતું હતું કે શું? તેવી ચર્ચા લોકોમાં ઊઠી છે. યોગ્ય તપાસ થાય તો ચોક્કસ કારણ જાણી શકાય એવી લોકો ચર્ચા થઈ રહી છે. મારવાડી યુનિવર્સિટી જાણે વિદ્યાનું ધામ નહીં, પરંતુ વિવાદોનું ધામ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટીના એક બાદ એક વિવાદાસ્પદ વીડિયો પણ અગાઉ વાઇરલ થઈ ચૂક્યા છે.
બીભત્સ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમાજમાં પણ એની ખરાબ અસર પહોંચી રહી છે. માત્ર ચાર દિવસની અંદર જ મારવાડી યુનિવર્સિટીના બે વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં. બીજા વાઇરલ વીડિયોમાં યુવક અને યુવતી લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આ વીડિયોમાં એક વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો હોય ત્યારે ક્લાસરૂમની બહારના ભાગમાં જે પેસેજ એરિયા આવેલો છે ત્યાં બારીની નજીક એક યુવક અનેક યુવતી બેઠા છે. યુવક અને યુવતી બન્ને એકબીજાને લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો વીડિયોમાં જાેવા મળ્યાં હતાં.
Recent Comments