રાજકોટનો અભ્યાસ કરતો તાન્ઝાનિયાનો વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટીવ
૧૨ તારીખે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો અને ત્યાંથી બસ મારફત રાજકોટ આવ્યો હતો. આ બસ કઈ હતી અને ક્યાંની હતી તે અંગે યુવક કોઇ વિગત આપતો નથી તેમજ તેની સાથે ટિકિટ પણ નથી. જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મુકાયું છે કારણ કે, આ તમામ મુસાફરો લો રિસ્ક કોન્ટેક્ટ કહેવાય અને તેને લઈને જાે કોઇને ચેપ લાગ્યો હશે તો વાઇરસ વધુ ઝડપથી ફેલાય શકે છે. રાજકોટમાં વિદેશથી આવેલા એક યુવકના જીનોમ સિક્વન્સિંગનું રિઝલ્ટ આવ્યું છે.
બે દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા મહિલાના સેમ્પલ જીનોમ માટે મોકલાયા છે ઉપરાંત વધુ ૨ દર્દીના સેમ્પલ સહિત ૩ના પરિણામ આવવાના બાકી છેરાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ દર્દીની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે, દર્દી ઓમિક્રોન વોર્ડમાં દાખલ છે અને દર્દીની તબિયત સ્થિર છે કોઇ સમસ્યા નથી. ક્યારેક તાવ આવે તો પેરાસિટામોલ અપાય છે અને તાવ ઉતરી પણ જાય છે. અત્યારે કોઇ દવા ચાલુ નથી.રાજકોટ શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે.
રાજકોટ તાલુકાના ત્રંબા ગામે આવેલી આર.કે. યુનિવર્સિટીનો ૨૩ વર્ષનો વિદ્યાર્થી અને મૂળ આફ્રિકાના તાન્ઝાનિયાનો વતની યુવક ૧૫મીએ પોઝિટિવ આવ્યો હતો હાઈરિસ્ક દેશમાંથી આવ્યો હોવાથી શંકાસ્પદ કેસ તરીકે સિવિલના ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેટ કરીને જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલાયા હતા જેમાં ઓમિક્રોન હોવાની ખાતરી થઈ છે તેમ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે. આ વિદ્યાર્થી તાન્ઝાનિયાનો વતની છે અને રાજકોટ અભ્યાસ માટે આવ્યો છે. નવા નિયમ મુજબ ઓમિક્રોનના દર્દી હોય તેને કોરોના રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી દાખલ રાખવાના છે. આ માટે ચોથા અને આઠમા દિવસે આરટીપીસીઆર કરાવવા સેમ્પલ લેવાના થાય છે. સોમવારે દર્દીને ચાર દિવસ પૂરા થતા હોવાથી સેમ્પલ લઈ ટેસ્ટ કરી ચકાસણી કરાશે કે હજુ તેના શરીરમાં વાઇરસ સક્રિય છે કે નહીં. આ ઉપરાંત એક ૧૭ વર્ષના સગીરને શંકાસ્પદ લક્ષણો જણાતાં તેને ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો છે અને જીનોમ સિક્વન્સિંગ માટે તેના સેમ્પલ મોકલાયા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, સોમવારે સિવિલ હોસ્પિટલમાં ખાસ બેઠક બોલાવી છે. જેમાં સિવિલના તબીબો તેમજ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓને બોલાવ્યા છે. આ ઉપરાંત હવે કોરોના અટકાવવા માટે ટ્રેસિંગ ખૂબ મહત્ત્વનું હોઇ તેમાં પોલીસને પણ સામેલ કરવા બેઠકમાં પોલીસની ટીમ પણ બોલાવાઈ છે. આ બેઠકમાં આગામી રણનીતિ નક્કી કરાશે.
Recent Comments