fbpx
ગુજરાત

રાજકોટમાં અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સે હત્યાને અંજામ આપ્યો

રાજકોટ શહેરમાં વધુ એક હત્?યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગોંડલ રોડ ચોકડી પાછળ રિધ્?ધી સિધ્?ધી સોસાયટીમાં રહેતાં ૩૫ વર્ષના યુવાનને રાતે તેના ઘર નજીક રિધ્?ધી સિધ્?ધીના નાલા પાસે ઢેબર રોડના ખુણે ઇંડાની લારી ખાતે નાસ્?તો કરતો હતો ત્?યારે ત્?યાં હાજર ગઢવી શખ્?સે ઝઘડો કરી છરીથી હુમલો કરી પેટ, પડખા, વાંસાના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. ‘તમે બહુ ફાટી ગયા છો’ તેમ કહી આરોપીના સમાજ વિશે અપમાનિત કરતા બોલાચાલી થઇ હતી અને વાત હત્?યા સુધી પહોંચી ગઇ હતી.

ગોંડલ રોડ ચોકડી રિધ્?ધી સિધ્?ધી સોસાયટીમાં રહેતાં સંજયભાઇ મહેશભાઇ મારડીયા (ઉ.વ.૩૫) નામના કેટરર્સના ધંધાર્થી યુવાન રાતે સવા નવેક વાગ્?યે પોતાના ઘર નજીક રિધ્?ધી સિધ્?ધીના નાલા પાસે ઢેબર રોડના ખુણે નટરાજ દૂકાન સામે આવેલી ઇંડાની લારી ખાતે નાસ્?તો કરવા ગયો હતો. જ્?યાં તેના પર ભરતદાન જેઠાદાન ગઢવી નામના શખ્?સે છરીથી હુમલો કરી પેટ, પડખાના ભાગે અને વાંસાના ભાગે ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ ઢળી પડયો હતો. બનાવને પગલે નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સંજયભાઇના પત્?નિ હીનાબેન તથા બીજા સગા સંબંધીઓ, પડોશીઓ ઘટના સ્?થળે દોડી ગયા હતાં

અને સંજયભાઇને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્?પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્?યાનું તબિબે જાહેર કરતાં પરિવારજનોમાં કલ્?પાંત સર્જાયો હતો. હત્?યાની ઘટનાની જાણ હોસ્?પિટલ ચોકીના સ્ટાફે ભક્?તિનગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્?થળે કાર્યવાહી કરી હોસ્?પિટલ ખાતે પહોંચી હત્?યાનો ભોગ બનેલા સંજયભાઇ મારડીયાના પત્?નિ હીનાબેન મારડીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ભરતદાન જેઠાદાન ગઢવી વિરૂધ્?ધ આઇપીસી ૩૦૨, ૧૩૫(૧) મુજબ હત્?યાનો ગુનો નોંધ્?યો હતો. જાે કે બનાવ બન્તાની સાથે જ પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી જવા પામી હતી

અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હત્?યાનો ભોગ બનનાર સંજયભાઇ મારડીયા ઇંડાની લારીએ નાસ્?તો કરવા બેઠો હતો ત્?યારે આરોપી ભરતદાન પણ ત્?યાં હાજર હતો. બંને એક બીજાથી પરિચીત હતાં. આ વખતે સંજયભાઇએ વાત વાતમાં તુકારો દેતાં અને ‘તમે ગઢવી બહુ ફાટી ગયા છો” તેવા વેણ કહેતાં ભરતદાન ઉશ્?કેરાઇ ગયો હતો અને છરી કાઢી સંજયભાઇને પેટ, પડખા, વાંસામાં ઘા ઝીંકી દીધા હતાં. આ ઘા જીવલેણ સાબીત થયા હતાં અને સંજયનું મોત નીપજ્યું હતું. હત્?યાનો ભોગ બનનાર સંજયભાઇ મહેશભાઇ મારડીયા મુળ ગોંડલના વાસાવડનો વતની હતો.

તેણે બાર વર્ષ પહેલા હીનાબેન સાથે લવમેરેજ કર્યા હતાં. લગ્ન બાદ તે પત્?નિ સાથે રાજકોટ સ્?થાયી થયો હતો અને સમય કેટરર્સ નામે કેટરીંગનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો. તે ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. સંજયભાઇની હત્?યાથી એક પુત્ર પર્વ (ઉ.વ.૮) અને એક પુત્રી નાયરા (ઉ.વ.૫)એ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્?યાપી ગઇ હતી. સંજયભાઇના માતા મુક્?તાબેન અને પિતા ડાયાભાઇ મારડીયા વતન ગોંડલના વાસાવડ ખાતે રહે છે. બનાવની જાણ થતાં તેઓ અને બીજા સગા સંબંધીઓ રાજકોટ દોડી આવ્?યા હતાં. પોલીસે સવારે મૃતદેહનું પોસ્?ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts