રાજકોટમાં આજે અનોખી ખગોળીય ઘટના ઘટી છે. બરોબર ૧૨.૪૫ કલાકે પડછાયો ગાયબ થવાની ઘટના બની છે. આમ તો આ ઘટના દુનિયામાં અલગ અલગ દેશમાં વર્ષમાં ૨ વખત ઘટે છે. પરંતુ રાજકોટમાં અને ખાસ કરીને કર્ક વૃત સ્થિતિમાં જ્યારે સૂર્ય આવે છે, ત્યારે વ્યક્તિઓ કે વસ્તુ નો પડછાયો થોડી ક્ષણો માટે ગાયબ થાય છે. એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જાેવા મળે છે જેને ‘ઝીરો શેડો ડે’ કહેવાય છે. જેમાં અમુક ક્ષણ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.
આ ઘટના રાજકોટમાં આજે એટલે કે ૩ જુનના રોજ બપોરે ૧૨.૪૫ કલાકે ઘટી હતી. રાજકોટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ માટે ઓનલાઈન નિર્દેશન આપતો ડેમો પણ યોજવામાં આવ્યો હતો.
લોકવિજ્ઞાન કેન્દ્રના સંયોજક નિલેશ રાણા દ્વારા સૂર્યના પડછાયા મામલે ડેમો આપવામાં આવ્યો હતો અને ઘટનાનું ખગોળીય મહત્વ સમજાવ્યું હતું. રાજકોટમાં વર્ષ દરમિયાન ૨ વખત ઘટના ઘટશે. હવે બીજી વખત ૮ જુલાઈના રોજ બનશે.
Recent Comments