રાજકોટમાં અભિનેત્રી બનવા નીકળેલી દીકરીનું અંતે સુખદ મિલન થયું
રાજકોટ શહેરમાં રહેતી ૧૬ વર્ષની ક્રિષ્ના ફિલ્મમાં કામ કરવા માટે ઘરેથી કહ્યા વગર મુંબઈ પહોંચી હતી. બીજી તરફ મુંબઈ ફિલ્મ સિટી સ્ટુડિયોના મેનેજર અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીની મદદથી દીકરી ઘરે હેમ ખેમ પાછી પહોંચતા પરિવારમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે. વર્ષ ૨૦૦૩માં ભારતીય સિનેમા જગતમાં “મે ભી માધુરી દીક્ષિત બનના ચાહતી હું” નામની ફિલ્મ આવી હતી. ત્યારે આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રાજપાલ યાદવ તેમજ લીડ એક્ટ્રેસ તરીકે અંતરા માલીની હતા. આ પિક્ચરમાં કયા પ્રકારે અંતરા માલીની પોતે માધુરી દિક્ષિતની જેમ એક્ટ્રેસ બનવા માંગે છે તેના પર આધારીત છે.
ત્યારે આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં. રાજકોટ શહેરમાં ક્રિષ્ના રામાણી નામની દીકરી મુંબઈ ફિલ્મોમાં કામ કરવા માટે નીકળી ગઈ હતી. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ત્યારે ક્રિષ્ના પોતે બુક લેવાનું કહી ઘરેથી નીકળી ગઈ હતી. મુંબઈ ફિલ્મોમાં કામ કરવાના સપના સાથે ક્રિષ્ના માત્ર પાંચસો રૂપિયા લઇ પોતાના ઘરે થી મુંબઈ જવા નીકળી હતી.
ત્યારે સૌપ્રથમ તે બસમાં બેસીને ચોટીલા અમદાવાદ થઈ સુરત પહોંચી હતી. ક્રિષ્ના જ્યારે સુરત પહોંચી ત્યારે તેની પાસે માત્ર છ રૂપિયા બાકી બચ્યા હતા. ત્યારે તેણે પોતાની સોનાની બુટી વેચી મુંબઈ પહોંચવાનો જુગાડ કર્યો હતો. પૈસા નો જુગાડ થતા ક્રિષ્ના મુંબઈ જવાની જગ્યાએ માલેગાંવ પહોંચી હતી. ત્યાંથી તે કલ્યાણ અને કલ્યાણથી અંધેરી આવી પહોંચી હતી. અંધેરી બસ સ્ટેશનમાં ક્રિશ્નાએ આખી રાત બાકડા પર સૂઈને વિતાવી હતી. સવાર પડતા ત્યાંથી તે પગપાળા ૨૫ થી ૩૦ કિલોમીટર ચાલીને મુંબઈના ફિલ્મ સિટી પહોંચી હતી. મુંબઈ ફિલ્મ સિટી ના સંચાલકોને મળીને તેણે ફિલ્મ અને સિરિયલમાં સ્ટંટના રોલી માગણી કરી હતી.
Recent Comments