રાજકોટમાં અમદાવાદ મ્યુ.કો.જેવી સ્માર્ટ સ્કૂલો બનશેઃ ટીમે મુલાકાત લીધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. વિદેશમાં હોય તે પ્રકારની સ્કૂલ અમદાવાદમાં ઉભી કરવામાં આવી છે. જેથી રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ આજે અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. જેમને સ્માર્ટ સ્કૂલ અને સ્કૂલ બોર્ડના ચેરમેનની મુલાકાત કરી હતી. ઉપરાંત અમદાવાદ જેવી સ્માર્ટ સ્કૂલ રાજકોટમાં ઉભી કરવા વિચારણા કરી છે.
અમદાવાદમાં અલગ અલગ ૧૦ નવી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલ ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપે તે પ્રકારની છે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે અને સાથે જ ચોપડા પણ આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની આ પહેલ હવે અન્ય જિલ્લાઓ સુધી પહોંચતા રાજકોટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સહિતના લોકો આજે અમદાવાદ આવ્યા હતા. જ્યાં તેમને અમદાવાદ મ્યુનિસિપલની સ્માર્ટ સ્કૂલની મુલાકાત લીધી હતી. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરની મુલાકાત કરી હતી.
રાજકોટ સ્કૂલ બોર્ડના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, સરકારી સ્કૂલમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના વિચાર સાથે મુલાકાત કરી છે. અમારે એએમસીના સ્કૂલ બોર્ડની શાળાના પ્રતિસ્પર્ધી અને પુરક પણ બનવું છે. રાજકોટમાં ૮૮ શાળાઓ ગુજરાતી અને ૩ અંગ્રેજી શાળાઓ છે. અમારી સામાન્ય સભાની બેઠકમાં ૪૪ સ્માર્ટ ક્લાસ અને ૨૨ સ્કૂલ બનાવવાની વિચારણા છે.
Recent Comments