સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં અશ્વો સાથે પોલીસે તિરંગા યાત્રા કાઢી

“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે ગીતાંજલી કોલેજ દ્વારા રાજકોટ શહેરમાં “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાના પ્રસ્થાન સમયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર પ્રદીપ ડવ, ભાજપ અગ્રણી કશ્યપ શુક્લ, સહિતના અગ્રણીઓએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રા મોટીટાંકી ચોક થી ફૂલછાબ ચોક થી લીમડા ચોક થઈને ગીતાંજલી કોલેજ સુધીની રેલીનું આયોજા કરવામાં આવ્યું હતું. ગીતાંજલી કોલેજાેના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જાેડાયા હતા.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ આઝાદ થયો તેને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનમા જાેડાવવા આહવાન કરવામાં આવ્યું છે. જેને લઈને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યભરમાં અલગ અલગ સમુદાય દ્વાર તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આજે રાજકોટમાં વહેલી સવારે માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા ૩૫ અશ્વો સાથે શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હર્તુ.

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હરઘર તિરંગાના ભાગરૂપે આજ રોજ રાજકોટ માઉન્ટેડ પોલીસ અને અશ્વ તાલીમ શાળા દ્વારા માઉન્ટેડ પોલીસ લાઇનથી રેસકોર્સ સુધી ૩૫ અશ્વો સાથે રાષ્ટ્રધ્વજ સાથે હરઘર તિરંગા અભિયાન અંગે લોક જાગૃતિ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં રાજકોટ માઉન્ટેડ પોલીસ સ્ટાફ તેમજ અશ્વ તાલીમ શાળાના સભ્યો જાેડાયા હતા. લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે એ ઉદેશથી તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશનો દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરે અને દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધે તે માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ આહવાન કરવામાં આવ્યું છે. આ અભિયાનને વધુ સફળતા મળે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related Posts