fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારીના ૧૧ લાખ ચોરીને લઈ જનારને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

કુવાડવા રોડ પર રહેતા અને સમૃદ્ધિ ભવનમાં આવેલી એસઆર આંગડિયા પેઢીમાં નોકરી કરતા પાટણના મેરવાડા ગામના વતની જાેરૂભા જીવાજી દરબાર (ઉ.વ.૪૮) એકાદ વર્ષ પહેલા પોતાની કારમાં તેના વતનથી રાજકોટ આવતા હતા અને ચાણસના વડાવલી ગામે હોટેલે ચા પીવા ઊભા રહ્યા હતા ત્યારે વડાવલીના ભરત નામના શખ્સનો પરિચય થયો હતો અને ભરતે પોતાની પાસે એક સાધ્વી સહિતના લોકો છે જે એકના ડબલ પૈસા કરી આપે છે, જેતે વખતે જાેરૂભાએ તેની વાતને ધ્યાને લીધી નહોતી, જાેકે બાદમાં ભરત અવાર નવાર ફોન કરીને પૈસા ડબલ કરી દેવાની લાલચ આપતો હતો, ભરતે ફરીથી ફોન કર્યો હતો અને તમારા ઘરે આવીને ડબલ કરી દેશું તેમ કહેતા જાેરૂભા તેની જાળમાં ફસાઇ ગયા હતા અને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.

મોટી રકમ ડબલ થાય તો પોતાને વધારે પૈસા મળે તેવી લહાયમાં જાેરૂભાએ તેના શેઠને હોસ્પિટલના કામે પૈસાની જરૂર છે તેમ કહી રૂ.૧૧ લાખ ઉછીના લીધા હતા અને ઘરે આવી ગયો હતો, બપોરે બે વાગ્યે ભરત, શાંતુજી, સાધ્વીના સ્વાંગમાં રહેલી મહિલા એક કારમાં આવી પહોંચ્યા હતા, કારચાલક કારમાં જ બેઠો રહ્યો હતો, ભરત સહિતના ત્રણેય શખ્સ મકાનના ઉપરના માળે રૂમમાં વિધિ કરાવવા આવ્યા હતા, થોડીવાર વિધિ થયા બાદ સાધ્વીના સ્વાંગમાં રહેલી મહિલાએ જેટલી રકમ ડબલ કરવી હોય તેટલી રકમ મુકવાનું કહેતા જાેરૂભાએ રૂ.૧૧ લાખ રોકડા મુક્યા હતા, ત્યારબાદ ફરીથી તે મહિલાએ વિધિનો ઢોંગ કર્યો હતો, બાદમાં મહિલાએ જાેરૂભા, ભરત અને શાંતુજીને એક રૂમમાં જતા રહેવાનું કહેતા ત્રણેય રૂમમાં જતા જ મહિલાએ બહારથી બારણું બંધ કરી દીધું હતું

રોકડ લઇ કારમાં નાસી ગઇ હતી, લાંબો સમય વિતવા છતાં બારણું નહીં ખૂલતા જાેરૂભાઇએ રૂમની બારીમાંથી બહાર નીકળી તપાસ શરૂ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. તેમજ રૂમનું બારણું ખોલતા ભરત તથા શાંતુજી પણ તેની સાથે મહિલાની શોધમાં જાેડાયા હતા, ઘટનાને પગલે પાડોશીઓ એકઠા થયા હતા ત્યારે ભીડનો લાભ લઇને ભરત તથા શાંતુજી પણ નાસી છૂટ્યા હતા. બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.સી.વાળા સહિતની ટીમે ચોક્કસ લોકેશન મેળવી મહિલા અને કારચાલકને ઝડપી લઇ રૂ.૧૧ લાખ કબજે કર્યા હતા.

નાસી છૂટેલા ભરત અને શાંતુજીની શોધખોળ શરૂ કરી છે. ગઠિયાઓ અવનવી લાલચ આપી છેતરપિંડી આચરતા હોય છે આવી જ એક લાલચમાં આંગડિયા પેઢીનો કર્મચારી ફસાયો હતો, એકના ડબલ કરવાની વિધિના બહાને એક મહિલા સહિત ચાર શખ્સ કુવાડવા રોડ પર એક મકાનમાં આવ્યા હતા અને કર્મચારીએ રૂ.૧૧ લાખ વિધિમાં મુક્યા હતા, થોડીવાર વિધિનો ઢોંગ કરી મહિલા સહિત ચારેય શખ્સ નાસી છૂટ્યા હતા, જાેકે પોલીસે મહિલા સહિત બેને તમામ રોકડ સાથે ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts