રાજકોટમાં આજી નદી કાંઠે રહેતા ૬૦૦ પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ અપાતા લોકોનો હોબાળો
રાજકોટના આજી નદીના કાંઠે રહેતા ૬૦૦ પરિવારને મનપા દ્વારા ૭ દિવસમાં મકાન ખાલી કરવા અંગે નોટિસ પાઠવી છે. આથી આજે આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો મનપા કમિશનર ઉદિત અગ્રવાલને રજુઆત કરવા પહોંચ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, ૪૦ વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ. કોરોનામાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે અમારે ક્યાં રહેવા જવું. તેમજ ઉદિત અગ્રવાલને લેખિત રજુઆત કરી
ચોમાસામાં ડિમોલિશન મોકૂફ રાખવા આવે અથવા આવાસ ફાળવવા માંગ કરી હતી.
લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે. તેમજ સરકાર દ્વારા લોકડાઉન અને રાત્રિ કફ્ર્યૂ લાદવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકોની રોજગારી છિનવાઈ ગઈ છે અને રોજનું કરીને રોજનું ખાનારા લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. લોકો મજૂરીકામ, છૂટક મજૂરી, નોકરી, નાના વેપાર સહિતની રોજીરોટી બંધ થઇ ગઇ છે. એવામાં મનપા દ્વારા નવયુગપરા, ભગવતીપરા આજીનદીના કાંઠે વસતા લોકોને ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ની કલમ ૨૬૦(૧) મુજબની નોટિસ પાઠવવામાં આવી છે.
આ નોટિસો જે જે ગરીબ અને નાના પરિવારોને આપવામાં આવી છે તે લોકો ભયની લાગણી ફેલાય છે. તેમજ લોકો મનપામાં વેરો ભરતા હોય, નવા નળ કનેક્શનના રૂ. ૩૦૦૫ કોર્પોરેશનમાં ભરવામાં આવ્યા છે. સાથે સાથે સ્થાનિકોને મનપા દ્વારા લાઈટ, સફાઈ, રોડ-રસ્તા, ડ્રેનેજ લાઈનના જાેડાણો આપવામાં આવ્યા છે અને મકાનોમાં લાઈટ કનેક્શન પણ આપ્યું છે. લોકો દ્વારા રેગ્યુલર રીતે તમામ પ્રકારના બીલો ભરપાય કરવામાં આવે છે.
Recent Comments