રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા૩૦ કિલો લુઝ ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો ૧૩૪ લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો
રાજ્યમાં વારંવાર શંકાસ્પદ ખાદ્યપદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા છે. રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા છે. જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા છે.
ત્યારે શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં ૩૦ કિલો લુઝ ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો ૧૩૪ લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બંનેના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અગાઉ પણ રાજકોટમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટની અલગ-અલગ ૩૦ ડેરીમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.
Recent Comments