fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં આર્થિક ભીંસમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા ચકચાર મચી

રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે અનેક પરિવાર આર્થિક ભીંસમાં સપડાયો છે. આથી અગાઉ પણ નાના વેપારીઓએ આપઘાતનો પ્રયાસ કે આપઘાત કરી લીધો છે. ત્યારે શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજીવ ગાંધી આવાસમાં રહેતા યુવાને ધંધો ન ચાલતા ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ દોડી જઇ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરીની સામે રાજીવ ગાંધી આવાસ યોજના ક્વાર્ટસમાં રહેતા પ્રકાશ કાળુભાઇ ચૌહાણ (ઉં.વ.૨૫) નામના યુવાને પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રકાશ ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના પિતા હયાત નથી અને પોતે અપરિણીત હતો. પ્રકાશ મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

પ્રકાશનો મોટો ભાઇ પ્રદિપ આજે સવારે ઉઠ્યો ત્યારે પ્રકાશના રૂમનું બારણુ બંધ હતું. આથી બારણું ખખડાવતા ખોલ્યુ નહીં. એટલે તેની બારીમાંથી જાેતા નાનો ભાઇ પ્રકાશ લટકતો હતો. ત્યારબાદ ૧૦૮ને જાણ કરતા ઇએમટી અરૂણાબેન ચાવડા અને પાયલોટ પુષ્પરાજસિંહ ઝાલા ઘટનાસ્થળે દોડી ગયા હતા. રૂમનો દરવાજાે તોડી અંદર પ્રવેશ કરી ઇએમટી અરૂણાબેને પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. તેમજ યુનિવર્સિટી પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાગળો કર્યા હતા. પ્રકાશે લોકડાઉન બાદ કામધંધો ન ચાલતા પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts