રાજકોટમાં આવાસ યોજનાના ૫૦માંથી ૨૦ ફલેટ ૪ પરિવારને આપ્યા
ગોકુલનગર આવાસમાં બીજી વખત ડ્રો કરવા માટે કોર્પોરેટરની રજૂઆત છે તેવી દરખાસ્ત આવી હતી. પહેલો સરવે ૨૦૧૪માં થયો હતો અને ત્યારે ૩ વખત કેમ્પ કર્યા બાદ પણ અચાનક બે વર્ષ બાદ ૫૦ લાભાર્થી આવી પડ્યા હતા. આ પાછળ એવું કારણ અપાયું કે કૂપન અલગ હોય પણ એક જ જગ્યાએ રહેતા હોય તેવા લાભાર્થી છે. આ લાભાર્થીઓની ખરાઈ મામલે દરખાસ્તમાં એવું લખ્યું હતું કે ‘ સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત પરત્વે ડોક્યુમેન્ટ્સ ઓકે થયેલ છે’ એટલે કે કોર્પોરેટરે કીધુ અને માની લીધુ પણ આ કોર્પોરેટર કોણ? તે લખ્યુ પણ નથી. જે લિસ્ટ મેળવ્યુ તેમાં કળોત્રા પરીવારને ૪ ફ્લેટ, કારેઠા અને સાંબડ પરીવારને ૫-૫ તેમજ રાતડીયા પરીવારને ૬ ફ્લેટ હોવાનું જાેવા મળ્યુ હતું
આ પૈકીના નામોમાં એવા પણ ઘણા લોકો છે જેમના મકાન ગોકુલનગરમાં ડિમોલિશન થયુ ત્યારે પડ્યા જ નથી છતાં લાભાર્થી બનાવી દેવાયારાજકોટના સંત કબીર રોડ પર આવેલી ગોકુલનગર આવાસ યોજના કૌભાંડમાં ફક્ત મામાએ જ નહીં તેમાં મનપાના અધિકારીઓ પણ સામેલ હોવાની શંકાએ તપાસ કરતા આવાસ સેલના સિટી ઈજનેર અલ્પના મિત્રાની ટેકનિકલ ટીમે મામાને ખટાવવા માટે કૌભાંડ કર્યા હોવાનું સામે આવ્યું છે. મામાને પ્રથમ ડ્રોમાં મનફાવે તેટલા ફ્લેટ મળી ગયા બાદ બાકીના પણ વધુ ફ્લેટ મળે તે માટે સરવે થયાના ૨ વર્ષ બાદ અચાનક જ અલ્પના મિત્રાની સહીથી ૬૩ નવા લાભાર્થી કોર્પોરેટરની રજૂઆત થતા દાખલ કરવાની દરખાસ્ત થઈ હતી. જેને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પાનીએ નકારી કાઢી હતી છતાં થોડા સમય બાદ ૫૦ લાભાર્થીઓની યાદી મંજૂર થઈ ગઈ હતી. આ લાભાર્થીઓ માટે શા માટે ટેક્નિકલ ટીમ તલપાપડ હતી તે જાણવા માટે નામો મેળવતા જાણવા મળ્યું હતું કે ૫૦માંથી ૨૦ ફ્લેટ માત્ર ચાર પરિવારને આપી દેવાયા છે.
Recent Comments