રાજકોટમાં આ વર્ષે નવરાત્રિમાં ગરબાનું આયોજન નહિ કરવામાં આવે
રાજ્યમાં કોરોના મહામારીના ખતરાના કારણે ગુજરાતીઓને પ્રિય એવો ગરબા મહોત્સવ તો ગત વર્ષે બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ગરબા યોજાશે કે નહીં તેના પર દરેક રસીયાઓ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત દેશના લાખો-કરોડો ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના રંગીલા રાજકોટમાં ગરબા નહીં કરવાનો ર્નિણય આયોજકો દ્વારા લેવામાં આવ્યો છે.
બીજી બાજુ હાલ તો રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે, પરંતુ સંભવિત ત્રીજી લહેરને લઈને એક્સપર્ટો મોટી ચેતવણી દર્શાવી રહ્યા છે. આ તમામ વાતો વચ્ચે ગુજરાતના સૌથી મોટા ગરબાનો તહેવાર ઉજવવા માટે સરકાર પરમિશન આપશે કે નહીં તેની લોકો રાહ જાેઈ રહ્યા છે. હાલ તો રાજકોટમાં આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજવા માટે આયોજકોએ ર્નિણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટનાં સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો ર્નિણય લીધો છે. કોરોનાના લીધે ગરબા ના યોજવા આયોજકો ર્નિણય લઈ રહ્યા છે. રાજકોટમાં નવરાત્રી ગરબાનું આયોજન તો આ વર્ષે નહીં થાય, પરંતુ કોરોનાને લઈ અર્વાચિન ગરબા આયોજકોએ મોટો ર્નિણય લીધો છે. રાજકોટમાં ૨૦ વર્ષથી અર્વાચિન ગરબાનું આયોજન કરે છે.
રાજકોટમા ગરબા અયોજકોના ર્નિણય પ્રમાણે આ વર્ષે ગરબા યોજવામાં આવશે નહિ. અર્વાચીન ગરબા આયોજકો દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. ૨૦ વર્ષ કરતા વધુ સમયથી અર્વાચીન ગરબાના આયોજક સુરેન્દ્રસિંહ વાળાનું એક નિવેદન સામે આવ્યું છે. રાજકોટ અર્વાચીન ગરબા આયોજકો કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જાેતા જાેખમ લેવા માંગતા નથી.
Recent Comments