રાજકોટમાં આ સમાજનો મોટો ર્નિણય… શું લગ્નમાં સામૂહિક પહેરામણી બંધ કરવામાં આવશે…
રાજકોટ ભરવાડ સમાજ દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સમાજના અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાઈ તેમ ન હોવાના કારણે સમાજ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે. અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે. સમાજે જૂના રિવાજાેને તિલાંજલિ આપી છે, જે ખર્ચાળ હતા. સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સમાજના આગેવાનોએ મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે.
ભરવાડ સમાજમાં છેલ્લા અનેક દસકાઓથી પહેરામણીનો રિવાજ ચાલીયો આવ્યો છે. લગ્ન પ્રસંગ સમયે મોટા પ્રમાણમાં રોકડની પહેરામણી પણ કરવામાં આવતી હોય છે તેમ જ સોનાના દાગીના પણ આપવામાં આવતા હોય છે જાેકે બદલાતા સમય સાથે હવે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે ત્યારે હવે આજના આધુનિક યુગમાં જૂની પરંપરા ખૂબ જ મુશ્કેલી સર્જી રહી છે. ભરવાડ સમાજ લગ્નમાં સામૂહિક પહેરામણી બંધ કરવામાં આવશે. ભરવાડ સમાજસેવા સમિતિની અનોખી પહેલ રોકડ લેતી દેતી પણ બંધ કરવામાં આવશે. ૧૦ તોલાથી વધુ સોનાના દાગીના નહીં ચડાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે.
Recent Comments