રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા વેપારી યુવાનની ફરિયાદ મુજબ, તેમની ધો.૧૧માં ભણતી ૧૬ વર્ષની પુત્રી મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય ગત તા.૧૦-૧૧-૨૦૨૧ની રાતે તેનું ઇન્સ્ટાગ્રામ ચેક કરતી હતી. ત્યારે પુત્રીને એક એકાઉન્ટમાં તેનો મોર્ફ કરેલો બીભત્સ ફોટો જાેવા મળ્યો હતો
. જેથી તે એકાઉન્ટ કોનું છે તે જાણવા મેસેન્જર મારફતે મેસેજ કર્યો હતો. જે મેસેજ બાદ તેના એકાઉન્ટમાં તેના જેટલા ફોટાઓ હતા તે ફોટાઓને બીભત્સ બનાવી પુત્રીને મોકલ્યા હતા. અને તું મને તારા શરીરના અંગત ફોટાઓ મોકલ તે મારે જાેવા છે, નહિતર તારા મોર્ફ કરેલ બીભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં વહેતા કરી દેવાનો ધમકીભર્યો મેસેજ કર્યો હતો. પુત્રીએ તે મેસેજનો કોઇ પ્રત્યુત્તર નહિ આપતા પુત્રીના એકાઉન્ટમાં સતત બીભત્સ મેસેજ અને ફોટા આવવા લાગ્યા હતા. જેને કારણે પુત્રી માનસિક રીતે પરેશાન થઇ જતા આ અંગે પોતાને વાત કરી હતી.
સવા બે મહિના સુધી પુત્રીની જાતીય સતામણી કરતા અંતે સાઇબર ક્રાઇમ પોલીસમથકમાં ગત તા.૨૬ના રોજ અરજી આપી હતી. અરજીને પગલે પીએસઆઇ જે.કે.જાડેજા સહિતની ટીમે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મને બીભત્સ ફોટા અને મેસેજ આવ્યા હતા તે એકાઉન્ટની સઘળી વિગતો મગાવી હતી.
રિપોર્ટમાં જે આઇડી પરથી અભદ્ર ફોટા, મેસેજ આવતા હતા તેના આઇપી મળ્યા હતા. તેના આધારે મોબાઇલ કંપની પાસેથી મોબાઇલ નંબરની ખરાઇ કરાવતા જેના પરથી મેસેજ, ફોટા આવતા હતા તે નંબર જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામે રહેતા નિલેશ મગન ખાખરા નામનો યુવાન ઉપયોગ કરતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે તેનો સંપર્ક કર્યા બાદ પૂછપરછ માટે બોલાવતા તેને તરુણીની પજવણી કર્યાની કબૂલાત આપતા તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
Recent Comments