fbpx
ગુજરાત

રાજકોટમાં ઓપન લાડુ સ્પર્ધાનું આયોજન કરાયુલાડુ સ્પર્ધામાં પ્રથમ નંબર ૭૩ વર્ષના ગોવિંદભાઈ લુણાગરીયાએ ૨૧ લાડુ ખાધા

શહેરના રેસકોર્સના મેદાનમાં શહેર ભાજપ દ્વારા કરાયેલા સિદ્ધિ વિનાયક ધામ રેસકોર્સ ખાતે ગણેશ મહોત્સવમાં મંગળવારે મોદક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આ વર્ષે આટલા વર્ષોમાં પુરુષો વધુ લાડુ આરોગીને રેકોર્ડ સર્જ્‌યો હતો. ગણેશ મહોત્સવમાં દર વર્ષે જુદી જુદી સ્પર્ધાઓ યોજાય છે. આ વખતે પણ મોદક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૭૩ વર્ષના દાદાએ ૨૧ લાડુ આરોગી પ્રથમ ક્રમે બાજી મારી હતી, જ્યારે મહિલાની કેટેગરીમાં સૌથી વધુ ૯ લાડુ ખાધા હતા. ગણેશજીને અતિ પ્રિય એવા લાડુ એટલે કે મોદક અને આ મોદકની એક અનોખી સ્પર્ધા દર વર્ષે એક વખત ગણેશ ચતુર્થી નિમિત્તે રાજકોટ ખાતે યોજાય છે.

આજે પણ સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બે વિભાગમાં પુરુષ, મહિલા અને ૫૨ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટમાં સરપદડ ગામના ૭૩ વર્ષના વૃદ્ધે શરૂઆતની ૩ મિનિટમાં જ ૫ લાડુ ખાધા હતા. એક લાડુ ૧૦૦ ગ્રામનો હતો. ૭૩ વર્ષના ગોવિંદભાઈ ૨૧ લાડુ ખાઈને સ્પર્ધા જીત્યા હતા. ગત વર્ષે ગોવિંદભાઈએ ૨૩ લાડુ ખાધા હતા. લાડુ સ્પર્ધામાં પ્રથમ નંબર ગોવિંદભાઈ લુણાગરીયાએ ૨૧ લાડુ ખાધા હતા.

માવજીભાઈ મોકાસણા ૧૩.૫ લાડુ ખાઈ શક્યા હતા. રમેશભાઈ પાંચાણીએ ૧૩ લાડુ ખાઈ શક્યા હતા. જ્યારે મહિલા વિભાગમાં પ્રીતિબેન રૂપારેલીયાએ ૧૦ વૈશાલીબેન આચાર્યએ ૭ લાડુ ખાધા છે. જામનગર શહેરના કૃષ્ણનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ દાદાને ૧૧૦૦૦ મોદક લાડુનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો. જ્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજા પણ આ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે લાડુ બનાવી ગણપતિ દાદાની અનોખી ભક્તિ સાથે સેવા કરી હતી.

Follow Me:

Related Posts