રાજકોટમાં ઓમિક્રોન, કોરોનાના વધતા કેસ વચ્ચે ભાજપના રોડ શો : કોંગ્રેસ

ગુજરાતમાં કોરોનાના કેસો ચાર દિવસમાં ચાર ગણા થઈ ગયા છે અને સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓ કરતા એકલા રાજકોટ શહેરમાં વધારે કેસો નોંધાય છે. રાજકોટ દર ત્રણ દિવસે ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે હોટસ્પોટ બની રહેલા પૂર્વ મુખ્યમંત્રીના હોમટાઉનમાં ત્રણ માસ પછી નવા મુખ્યમંત્રીના પ્રથમ કાર્યક્રમ રોડ શોમાં ભીડ માટે કડકાઈથી રસ્તા બંધ કરાવાશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦-૩૦ વાગ્યે ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી જિલ્લા પંચાયત થઇ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી મુખ્યમંત્રીનો રોડ શો યોજાશે.
આ રોડ શોમાં સીએમ નગરજનોનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહના આયોજીત કાર્યક્રમમાં સમરસ પંચાયતોને ચેક વિતરણ, સરપંચોનું સન્માન અને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં નિર્માણ કરાયેલી બલુન હોસ્પિટલનું લોકાર્પણ કરશે.રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો પણ યોજાનાર છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે ભાજપને ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરી જણાવ્યું છે કે, રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે જવાબદારો જ બેજવાબદાર બને તો સામાન્ય લોકોને તો પારાવાર મુશ્કેલી જ ભોગવવાનો વારો આવશે. ભીડ એકઠી ન કરવાની શીખ આપનાર ભાજપ જ પોતાના કાર્યક્રમોમાં તાયફા કરે તો રોકનાર કોણ છે.
કારણ કે સરકાર જ ભાજપની છે તો નિયમો પણ બનાવે અને નિયમો પણ તોડે તો કોઈ કાર્યવાહી થતી નથી. સામાન્ય વ્યક્તિ માસ્ક ન પહેરે તો પોલીસ તેની પાસેથી મસમોટો દંડ ઉઘરાવે છે. મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં કાલે સવારે ૯ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી શહેરના હાર્દસમા હાર્દસમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે. તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જાેકે આ રસ્તા પર રોજ ઓફિસે કે કામ માટે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય તે માટે કોઈ પણ પ્રકારના વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. સરકારે ભીડ એકઠી ન કરોના નિયમ બનાવ્યા અને પોતે જ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ આપી ખુલ્લેઆમ નિયમ તોડશે.
પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ એરપોર્ટથી જૂની એનસીસી બિલ્ડીંગ, મેયર બંગલા, કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, હરિભાઈ હોલ, ડી.એચ.કોલેજ સુધીના રૂટ પર મુખ્યમંત્રીનો રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં વોર્ડ દીઠ ભાજપના ૩૦૦ એટલે કે ૨૪૦૦ કાર્યકરો, એરપોર્ટ પર ૧૮૦૦ કાર્યકરો, ઉપરાંત સેંકડો પોલીસ, વહીવટી તંત્રના કર્મચારીઓ ઉમટી પડશે. આ ઉપરાંત અમુક કોલેજાેને પણ ભીડ એકઠી કરવાના ટાર્ગેટ અપાયાનું જાણવા મળ્યું છે. કાલે પોલીસ કમિશનરનું વાહન-વ્યવહાર બંધનું જાહેરનામું તો ચૂસ્ત રીતે પળાશે પરંતુ માસ્ક- સોશિયલ ડિસ્ટન્સ સહિતના જાહેરનામાનું શુ? તે કાલે જ ખબર પડશે.
Recent Comments