સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કળયુગી પુત્રએ વૃદ્ધ પિતાને માર મારતા નોધાઇ ફરિયાદ

લાખો દુઃખ અને પીડા વેઠી માતાપિતા પોતાના સંતાનોને ઉછેરતા હોઈ છે. પરંતુ હાલ અનેક એવા બનાવ સામે આવે છે જેમાં સંતાનો જ માતાપિતાને પરેશાન કરતા હોય છે. આ જ કારણે દિન પ્રતિદિન વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે પિતાએ પોતાના પુત્રને નામ આપ્યું, ઓળખ આપી તે જ પુત્રએ પોતાના પિતાને કહ્યુ કે, કુપનમાંથી તારું નામ પણ નીકળી જશે, તારી સીટી વગાડી નાખવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતા રમેશભાઇ મેઘજીભાઈ રાઠોડ નામના ૬૨ વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, “હું મારી પત્ની ઇલા, નાનો પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજા સાથે એક ઘરમાં સાથે રહીએ છીએ.
મારા મકાનના આગળના ભાગમાં ખોડીયાર કોલ્ડડ્રિંક્સ નામની દુકાન છે, ત્યાં બેસીને હું વેપાર કરું છું. મારો પુત્ર અને તેની પત્ની મકાનના ઉપરના માળે રહે છે. મારી પત્નીને છેલ્લા આઠ વર્ષથી કેન્સરની બીમારી છે. કોલ્ડડ્રિંક્સની દુકાનમાં ક્યારેક ભાવેશ અને તેની પત્ની પૂજા પણ બેસીને વેપાર કરે છે અને દુકાનમાંથી ગુજરાત ચલાવે છે. “મારા પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજાએ મારું મકાન અને મારી દુકાન લઈ લેવી હોવાથી બંને મને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપે છે, ભૂંડી ગાળો બોલે છે.

ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી પણ આપે છે. ક્યારેક જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. “ગત ૨૯મી જાન્યુઆરીના રોજ સવારે મારી પુત્રવધૂએ મને પકડી રાખ્યો હતો, જ્યારે મારા પુત્ર ભાવેશે મને ઢીકાપાટુનો મારમાર્યો હતો. મારા કપડાં પણ ફાડી નાખ્યા હતા. સમગ્ર બનાવની આસપાસના લોકોને જાણ થતા તેઓ એકઠા થઈ ગયા હતા અને પડોશમાં રહેતા મારા બહેન ઈન્દુબેન તેમજ બનેવી ધીરુભાઈએ મધ્યસ્થી કરતા મારા પુત્રએ મને છોડ્યો હતો. બીજી તરફ મને ઢોર માર માર્યા બાદ મારી પુત્રવધૂ પૂજાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં મદદ માંગી હતી તેમજ અમને હેરાન કરવા માટે સખી વનસ્ટોપ સેન્ટર સિવિલ હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા.”

Related Posts