સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા યોજી

રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીને લઇને સાયકલ યાત્રા યોજી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સાયકલ યાત્રામાં જાેડાયા હતા. કોંગ્રેસ એક તરફ કોરોનાનો માર, ઉપરથી મોંઘવારીનો ભાર, હવે તો કંઇક શરમ કરો સરકારના સુત્રોચ્ચાર સાથે સાયકલ યાત્રા યોજી હતી. જાેકે પોલીસને જાણ થતા જ દોડી આવી હતી અને તમામની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ યોજેલી સાયકલ યાત્રામાં સાયકલ પર સરકાર વિરોધી લખાણ લખેલા બેનરો રાખવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, બહુત હુઈ મહેંગાઈ માર, અબ કહાં સો ગઈ મોદી સરકાર, મોંઘા કર્યા પેટ્રોલ-ડીઝલના દામ ભાજપે આપ્યા પ્રજાને ડામ, મોંઘો ગેસ મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, મોંઘવારીનો માર પ્રજા બેહાલ બેફિકર છે સરકાર. સાયકલ યાત્રામાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના નેતાઓ અને કાર્યકરો જાેડાયા હતા.

રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, જે રીતે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો દેશમાં થઈ રહ્યો છે. ત્યારે લોકો જાગૃત થાય અને સરકાર સાંભળે તે માટે આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળતાપૂર્વક સાયકલ યાત્રા પુરી કરવામાં આવી છે. હવે પોલીસ અટકાયત કરે છે. પોલીસની હદ ન હોવા છતાં પણ અટકાયત કરી રહી છે.

Related Posts