રાજકોટમાં કોરોનાના વધુ ૩૬ કેસ, ૨૪ કલાકમાં ૭ દર્દીના મોત
રાજકોટમાં કોરોનાની સારવાર માટે ૨૬૦૦ બેડની જગ્યાએ ૧૮૨૯ બેડ ખાલી
રાજકોટમાં આજે બપોર સુધીમાં ૩૬ કેસ નોંધાયા છે. કોરોનાથી ૨૪ કલાકમાં ૭ દર્દીના મોત નીપજ્યા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૧૭૪૦ પર પહોંચી છે. રાજકોટમાં ૮૧૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘડાટો જાેવા મળી રહ્યો છે.
રાજકોટમાં કોરોનાના કેસ ૧૬૦ પર પહોંચ્યા બાદ અચાનક ફરી ઘટાડો આવ્યો છે અને ગઈકાલે એક જ દિવસે ૧૨૮ નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં ૮૯ અને ગ્રામ્યમાં ૩૯ કેસ નોંધાયા હતા. નાટકીય રીતે બંને વિસ્તારમાં કેસ રવિવારની સરખામણીએ ઘટી ગયા છે. બીજી તરફ મૃતાંક એકદમથી વધ્યો છે. સોમવારની સવારની દ્દષ્ટિએ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦નાં મોત નીપજ્યા હતા. રાજકોટ જિલ્લામાં ૧૧૮૧ લોકો હજુ પણ સારવાર હેઠળ છે.
રાજકોટ મનપાએ આ દરમિયાન શહેરી વિસ્તારમાં કન્ટેનમેન્ટ ઝોન નવા કેટલા આવ્યા તેમજ કાર્યરત કેટલા છે તે વિગત જાહેર કરવાની બંધ કરી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૮૦ કન્ટેનમેન્ટ ઝોન હોવાનું જાહેર કરાયું છે તેમાં પણ અડધોઅડધ ઘટાડો આવ્યો છે તેથી હવે કેસની સંખ્યા ઘટી રહી છે તેવું પ્રતિત થઈ રહ્યું છે. રાજકોટમાં કોરોનાની સારવાર માટે ૨૬૦૦ જેટલા કોવિડ બેડ છે જેમાંથી હાલ ૧૮૨૯ બેડ સારવાર માટે ખાલી છે. એટલે કે ૭૫૦ કરતા વધુ દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
Recent Comments