રાજકોટમાં કોરોના કાળમાં ટ્રાવેલ એજન્ટોની લૂંટઃ ભાડાના રૂ. ૮૦૦થી ૨૨૦૦ સુધીની કરી વસૂલી
ગત વર્ષે લોકડાઉન લાગી જતા મજૂરો પોતાના વતન જવા માટે પગપાળા ચાલીને નીકળી ગયા હતા. હવે કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ છે. ફરી પાછું લોકડાઉન લાગી જશે અને વાહન નહિ મળે તો હેરાન થઈ જઇશું તેવા ભયથી મજૂરો વતન જવા માટે નીકળી રહ્યા છે.
મજૂરોની આ મજબૂરીનો લાભ ટ્રાવેલ્સ એજન્ટો ઉઠાવી રહ્યા છે. મજૂરો પાસેથી ભાડાના રૂપિયા ૮૦૦ થી લઈને ૨૨૦૦ વસૂલ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે ભાસ્કરની ટીમ ટ્રાવેલ્સ એજન્ટ પાસે પહોંચી અને ૧૫ મજૂરને યુપી મોકલવા છે. તેમ જણાવ્યું તો ટ્રાવેલ્સ એજન્ટે કહ્યું કે બને એટલું જલ્દી બુકિંગ કરાવી લેજાે આજે ૧૮૦૦ રૂપિયા ભાડું છે . બસ હાઉસફુલ જાય છે ભાડું ૨૨૦૦ રૂપિયા પણ થઈ જશે. દિવસમાં જતી બસ પણ હાઉસફુલ જાય છે એની સાથે રેલવે સ્ટેશન પર પણ કતારો લાગે છે. યુપી, મહારાષ્ટ્ર , રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં જતા મજૂરોની સંખ્યા સૌથી વધુ છે.
ટ્રાવેલ્સ એજન્ટોએ મજૂરોની આફતને પોતાનો અવસર બનાવી દીધો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે જાહેરમાં જ ટેબલ ખુરશી નાખીને મંડપ બાંધીને પોતાનો અડ્ડો જમાવી લીધો છે. મુસાફરો ટ્રાવેલ્સમાં જાય તો એસટી વિભાગને નુકસાન જાય છે.આમ છતાં એસટી વિભાગના વિજિલન્સ વિભાગના અધિકારીઓ આ વાતથી અજાણ હોઈ એમ આંખ આડા કાન કરી દેતા ટ્રાવેલ્સ એજન્ટોને તેનો ફાયદો મળી રહ્યો છે.
ટ્રાવેલ્સ એજન્ટની ભાસ્કર સાથે થયેલી વાતચીત ટ્રાવેલ્સ એજન્ટ મહારાષ્ટ્ર સિવાય કોઈ રાજ્યમાં રિપોર્ટની જરૂર નહીં પડે ભાસ્કર ૧૫ મજૂરને યુપી મોકલવાના છે બસ ક્યારે મળશે? ટ્રાવેલ્સ એજન્ટ યુપીમાં ક્યાં ઉતરવું છે ? દિવસમાં ત્રણ બસ છે બપોરની બસમાં પણ જગ્યા મળી જશે. ભાસ્કર આરટીપીસીઆર ટેસ્ટની જરૂર પડશે? ટ્રાવેલ્સ એજન્ટ ના, મહારાષ્ટ્ર સિવાય બીજા કોઈ રાજ્યમાં રિપોર્ટની જરૂર નથી. સોશિયલ ડિસ્ટન્સનું પણ મહત્ત્વ નથી. ભાસ્કરઃ રસ્તામાં કોઈ સમસ્યા થશે તો, બોર્ડર પર ઉતારી દેશે તો જવાબદારી કોની? ટ્રાવેલ્સ એજન્ટ કોઈ જરૂર નથી. કોઈ સમસ્યા થાય તો જવાબદારી અમારી ચિંતા ન કરો. ભાસ્કર ભાડું વધુ છે ઓછું કરો ટ્રાવેલ્સ એજન્ટ એક જ ભાવ છે. ભાડામાં ઘટાડો નહિ થાય હજુ ૨૨૦૦ સુધી ભાડું થશે. જાે ઇ્ઝ્રઇ રિપોર્ટ ન હોય તો દંડ થશે ભાસ્કર મહારાષ્ટ્રમાં મજૂરોને મોકલવા છે.શું ભાડું થશે? ટ્રાવેલ્સ એજન્ટ ૮૦૦ રૂપિયા થશે. ભાસ્કર આરટીપીસીઆર ટેસ્ટની જરૂર પડશે? ટ્રાવેલ્સ એજન્ટ હા, જરૂર પડશે ક્યારે મોકલવાના છે. ભાસ્કર મજૂરોની સંખ્યા વધુ છે ટેસ્ટ માં સમય જાેશે ટેસ્ટ કરાવીને ટિકિટ બુક કરીશું. ટ્રાવેલ્સ એજન્ટ રિપોર્ટ ન હોય તો ફાઇન્ડ થશે તે ભરી દેશો તો પણ બોર્ડર પર છોડી દેશે. ભાસ્કર કેટલી રકમનો ફાઇન્ડ થશે, ખબર કેમ પડે કે ફાઇન્ડ થયો છે. ટ્રાવેલ્સ એજન્ટ ૧૦૦૦ રૂપિયા તો આમરા ડ્રાઈવર સાથે હોઈ એના મારફત જાણ થશે.
Recent Comments