સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોના કેસો વધતા લોકોમાં ફફડાટ

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાના સંકેતો મળી રહ્યા છે. મહાનગર પાલિકાની ચૂંટણી પૂરી થતાં જ રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી વધારો કરાયો છે. પહેલા રાજકોટ શહેરમાં દરરોજના ૩૦ થી ૩૫ કેસ આવતા હતા. હવે દરરોજના ૫૦ કેસ આવી રહ્યા છે. ચૂંટણી બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા છે. લોકો કહેતા હતા કે ચૂંટણી બાદ કોરોનાને કેસ વધશે તે વાત આખરે સાચી પડી છે. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલ્યા અને કોરોનાના કેસ વધ્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા કાઢી નંખાયેલા ડોમ ફરી ઉભા કરવામાં આવ્યા છે. જાેધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જાેધપુર ખાતેના ડોમ ઉપર સવારથી ૪ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૪ નાગરિકોને કોરોનાના લક્ષણો હોવાના કારણે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે ૪ પૈકી એક પણ પોઝિટિવ નહિ.

Related Posts