કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં સીરિયલ બ્લાસ્ટ કરતાં દૈનિક કેસો હાલ ૨૦૦૦ની નજીક પહોંચી ગયા છે. બીજી લહેરને કારણે સમગ્ર રાજ્યમાં લોકોમાં ફરી એકવાર કોરોનાનો ડર જાેવા મળી રહ્યો છે. તેવામાં આજે રાજકોટથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ૮ દર્દીઓનાં મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટમાં કોરોના વિસ્ફોટ થતાં ગત રોજ શહેરમાં ૧૪૬ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ કેસ સહિત ૧૬૮ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો હતો. રાજકોટ શહેરમાં કોરોનાના ૬૨૪ દર્દી છે. આમ અત્યાર સુધીમાં ૧૮૧૧૬ લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે અને કોરોનાથી ૧૫૦ દર્દીઓએ દમ તોડ્યો હોવાનું સત્તાવાર સુત્રો જણાવી રહ્યા છે.
કોરોનાએ જે રીતે સ્પીડ પકડી છે તે જાેતાં આગામી બે ચાર દિવસમાં જ કુલ આંકડો ૨૦ હજારને પાર થઈ જવાની શક્યતા છે. કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે વહીવટી તંત્રએ હોસ્પિટલ બેડ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. અને વેક્સિનેશનની કામગીરીને સઘન કરવામાં આવી છે. આમ છતાં કેસ ઘટવાના બદલે વધતાં ચિંતાના વાદળો છવાયા છે.
રાજકોટમાં છેલ્લા ૯ દિવસમાં કોરોના કેસોમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોના કેસોનો આંક ૧૭૦૦૦થી ૧૮૦૦૦ આંક સુધી પહોંચી ગયો છે. રાજકોટમાં આટલા દિવસમાં ૧૧૩૦ કેસ સામે આવ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા આરએમસી સોમવારથી સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરશે. જેમાં શાકભાજીના ફેરિયાઓ, ગુજરી બદાર સહિત ફૂડ ડિલિવરી બોયના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
Recent Comments