fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ગઈકાલે એકસાથે નવા ૭ કેસ આવતા ફફડાટ

રાજકોટમાં જે ૭ કેસ આવ્યા છે તેમાં ૨ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે તેમાં પણ એક જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેઓ પણ એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જેમાં હાજરી આપનારા રાજકોટના ૪ અને જામનગરના ૩ લોકો પોઝિટિવ આવી ચૂક્યા છે. જ્યારે એક વૃદ્ધા ઉજ્જૈન ગયા હતા. સાતમાંથી બે કેસમાં પિતા-પુત્રી છે. બે મહિના બાદ એકસાથે ૭ કેસ આવતા તંત્રને લગ્નપ્રસંગો અને મેળાવડાને કારણે ચેપ ફેલાયાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે.એકતરફ કેસ વધી રહ્યા છે જ્યારે બીજી તરફ તંત્ર પાસે એવા લોકોને રસી આપવાનો પડકાર છે જેઓએ પહેલો ડોઝ તો લઈ લીધો છે પણ બીજાે ડોઝ લેતા નથી. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨ લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને તેમાંથી ૮.૯૦ લાખે બીજાે ડોઝ પણ લઈ લીધો છે. હવે જે ૩ લાખ લોકો બાકી રહ્યા છે તે પૈકી ૧.૪૦ લાખ એવા છે જેમને પહેલો ડોઝ લીધાને ૮૪ દિવસ કરતા વધુ સમય પણ થઈ ગયો છે. આમ છતાં રસી લઈ રહ્યા નથી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાએ ખાસ કોલસેન્ટર શરૂ કર્યા છે અને બધાને બે બે વખત એટલે કે કુલ ૨.૮૦ લાખ ફોન કર્યા છેરાજકોટ શહેરમાં ગઇકાલે એકસાથે નવા ૭ પોઝિટિવ કેસ આવ્યા હતા. બે મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોનના ભય વચ્ચે કેસમાં ઉછાળો આવતા તંત્ર દોડતું થયું છે અને હવે બે મહિના બાદ એકસાથે ૭ કેસ આવ્યા છે. જ્યારે બીજી તરફ હજુ પણ લોકો વેક્સિનનો બીજાે ડોઝ લેવા માટે રસીકરણ કેન્દ્રો સુધી આવતા નથી જેથી વેક્સિન કવરેજ પૂરું મળતું નથી.

Follow Me:

Related Posts