રાજકોટમાં ગાયે આધેડને શિંગડાંમાં ભરાવી ઊંધે માથે પટક્યા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ
રાજકોટ શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલી મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિ એનો ભોગ બની છે. જ્યાં રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રાહદારી આર્મીમેન નવલસિંહ ઝાલાને નિહાળીને રખડતી ગાય ઉશ્કેરાઈ હતી અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ બનાવમાં એક બાળકને પણ ઈજાઓ થઈ છે. ઘટનાને પગલે આર્મીમેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન-હેમરેજ થયાનું સામે આવ્યું છે.
Recent Comments