સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ગેરરીતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને ૨.૯૭ લાખનો દંડ ફટકારાયો

રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.૧૧-૦૭થી તા.૧૭-૦૭ સુધીમાં ૧,૧૩,૨૦૦ કિ.મી. ચાલેલી સિટી બસમાં ૧.૮૦ લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ ૧૦,૫૦૦ કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને ૨.૯૭નો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.૧૩,૨૦૦ની પેનલ્ટી કરાઈ છે.

સિટી બસમાં સિક્યુરીટી સંભાળતી નેશનલ સર્વિસને રુા.૫૦૦ની પેનલ્ટી કરાઈ છે જયારે ટીકીટ વગર પકડાયેલા ૨૦ મુસાફર પાસેથી રુા..૨,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી ૧૮ ઇલે. બસમાં અઠવાડિયામાં ૧.૫૮ લાખ મુસાફરોએ લાભ લીધો હતોરાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર ૧ કંડકટરને ફરજમુક્ત કરવામાં આવ્યો છે. ૬ને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.૨.૯૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Related Posts