fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ઘઉંના પાકની આડમાં અફીણનું વાવેતર કરનાર માલિકની ધરપકડ

રાજકોટમાં રોજ બરોજ માદક પદાર્થનો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતો હોય છે. એટલું જ નહીં આ સાથે હવે માદક પદાર્થની ખેતી પણ થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એમ. હડિયા અને તેની ટીમને બાતમી મળી હતી કે, બેડલા ગામની ફાડદંગ ડેમ પાસે આવેલી વાડીમાં મનસુખ ચનાભાઇ ચૌહાણે પોતાના ખેતરમાં અફીણનું વાવેતર કર્યું છે, જેના આધારે રેડ કરતા વાડીમાંથી અફીણના લીલા માદક વનસ્પતિજન્ય ૬૮૦૦ છોડ, વજન ૧૪૯.૫૦૦ કિલોગ્રામ સાથે રૂ.૪,૪૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ગુનામાં વાડી માલિક મનસુખ ચનાભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે એફએસએલને જાણ કરતા યોગેશભાઇ દવે પણ આવી પહોંચ્યા હતા. મનસુખની પૂછપરછ કરતા પોતે અફીણ પીવા માટે વાવેતર કર્યું હોવાનું રટણ કર્યું હતું. આ સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? એ અંગે પણ હાલ મનસુખની પૂછપરછ કરવામાં આવી છે.સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ નશાના કાળા કારોબારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યંઓ છે.

રાજકોટના કુવાડવા હાઇવે પર બેડલા ગામ પાસે ફાડદંગ ડેમની બાજુમાં વાડીએ ચણા અને ઘઉંના વાવેતરની વચ્ચે અફીણનું વાવેતર કર્યું હોવાની બાતમી એરપોર્ટ પોલીસને મળી હતી. આથી પોલીસે દરોડો પાડતા અફીણના ૬૮૦૦ લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૪.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાડી માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts