રાજકોટમાં ઘણા સમય પછી નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અઢળક લગ્નો
કોરોના બાદ લગ્નના આયોજન માટે યજમાન માણસોની સંખ્યા, ડેસ્ટિનેશન, બજેટ વગેરે મુદ્દાઓ ધ્યાને લે છે. એડવાન્સ બુકિંગમાં હોટેલ- વાડી અને પાર્ટી પ્લોટનું ભાડાથી લઇને ડેકોરેશનનું રિફંડ પાછું મળશે કે કેમ તેની પૂછપરછ સૌથી પહેલા કરે છે અને જાે રિફંડ મળે તેમ હોય તો જ બુક કરાવે છે. તેમ ઈવેન્ટ સંચાલક યશવંતભાઇ જાેશી જણાવે છે. ૧૬ નવેમ્બરથી લગ્ન સિઝન શરૂ થાય છે. નવેમ્બર માસમાં ૨૦, ૨૧, ૨૨, ૨૬, ૨૮, ૨૯, ૩૦ તારીખ સુધી, ડિસેમ્બર માસમાં ૧, ૭, ૯, ૧૧,૧૩,૧૪ તારીખના લગ્ન મુહૂર્ત છે. ત્યારબાદ જાન્યુઆરી માસમાં ૨૦, ૨૧, ૨૩, ૨૪ અને ૨૬ જ્યારે ફે્બ્રુઆરીમાં ૫, ૬, ૭, ૧૦,૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના લગ્ન માટેના મુહૂર્ત છે.કોરોનાના પહેલી લહેર અને બીજી લહેરને કારણે શહેરમાં આયોજિત અનેક લગ્ન પ્રસંગો રદ થયા તો કયાંક મર્યાદિત લોકોની હાજરીમાં જ સાદગીપૂર્વક કરવામાં આવ્યા. સતત બે વખત લગ્ન સિઝન ફેલ ગયા બાદ હવે દિવાળી પછી શરૂ થતી લગ્ન સિઝન શુભ બની રહે તેવી આશા અત્યારથી સેવાઈ રહી છે.
દિવાળી પછી લગ્નની સિઝન ૧૬ નવેમ્બરથી શરૂ થશે. ડિસેમ્બરના ૧૫ દિવસ અને જાન્યુઆરીના ૧૫ દિવસ મળી કુલ એક મહિનો કમુરતામાં લગ્ન નહિ થાય અને ૧૫ જાન્યુઆરીથી શરૂ કરીને ફેબ્રુઆરી સુધી લગ્ન મુહૂર્ત છે. ચાર મહિનામાં રાજકોટમાં અંદાજિત ૪૦૦ લગ્ન છે. આ ચાર મહિનામાં મંડપ સર્વિસ- ડેકોરેશન, પાર્ટી પ્લોટ બુકિંગ, કાપડ બજાર, સોનીબજાર સહિત દરેક ક્ષેત્રોને મળીને અંદાજિત રૂ.૧૦૦ કરોડનો વેપાર, ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં અંદાજિત ૨૫ હજારથી વધુ લોકોને રોજીરોટી મળશે તેમ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું છે. જાેકે હાલ બજારમાં રોજબરોજની ખરીદી નીકળી છે. કોરોના પહેલાની જેમ જ બજારમાં વેપાર શરૂ થતા બજારમાં રોનક જાેવા મળી રહી છે અને લગ્નની ખરીદી નવરાત્રિથી શરૂ થશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. કોરોના બાદ લોકોની ફૂડ સ્ટાઈલમાં બદલાવ જાેવા મળી રહ્યો છે. લોકો હેલ્ધી અને હાઈજિનિક મેન્યુ પર જ પોતાની પસંદ કરે છે.
નવેમ્બર મહિનાથી શરૂ થતી લગ્ન સિઝનને લઈને એકલા રાજકોટમાં જ કેટરિંગમાં રૂ. ૨૫ કરોડના ઓર્ડર અને વેપાર થાશે તેમ કેટરિંગ એસો.ના પ્રમુખ કિરીટભાઇ બુદ્ધદેવે કહ્યું હતું. લોકોના બજેટ હવે ધીમે- ધીમે વધી રહ્યા છે. હાલ રોજબરોજની ખરીદી થઈ રહી છે. લગ્નમાં સૌથી વધુ ખરીદી પાનેતર, ઘરચોળા, ભારે સાડી, ડ્રેસની ખરીદી થાય છે. કોરોના બાદ પહેલી વખત મોટી સિઝન છે. લગ્નની સિઝનને કારણે સૌથી વધુ ખરીદી ઘરેણાંની થતી હોય છે. સતત બે વખત સિઝન ફેલ ગયા બાદ હવે સોની વેપારીઓને નવેમ્બર માસથી શરૂ થતી લગ્ન સિઝનને લઈને સૌથી મોટી આશા સેવાઈ રહી છે. લગ્નને લઈને અંદાજિત આ બજારમાં રૂ.૩૦ કરોડથી વધુ રકમનો વેપાર થવાની સંભાવના છે. માણસોની સંખ્યા, આવન- જાવન માટે સરળતા, સુવિધા, સોશિયલ ડિસ્ટન્સ આ પરિબળોને ધ્યાનમાં રાખીને પાર્ટી-પ્લોટ, હોલ, વાડી, હોટેલનું બુકિંગ કરાશે. ડેકોરેશન માટે દરેક લોકોની અલગ- અલગ થીમ હોય છે. અંદાજિત રૂ. ૨૫ હજારથી શરૂ કરીને રૂ.૧ લાખ સુધીના ડેકોરેશન માટે લોકો પોતાનું બજેટ ફાળવતા હોય છે.
Recent Comments