fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ચાંદીના વેપારીનું તેની કારમાં ચાર શખસે અપહરણ કરી લૂંટી છોડી દીધો

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી ચાર શખસે અપહરણ કર્યું હતું. બાદમાં કારમાં ગોંધી રાખી ૧૬,૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ચારેય શખસે વેપારીને લોઠડા નજીક ઉતારી નાસી છૂટ્યા હતા. આ દરમિયાન મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર ગોંડલ પીઠડિયા ટોલનાકા પરથી પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતાં વોચ ગોઠવી હતી. કાર ટોલનાકાએ આવતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોર્ડન કરી લીધી હતી. એક પોલીસમેન કારના બોનેટ પર સૂઇ કારને આગળ જવા દીધી નહોતી.

એક સમયે કાર આગળ ચલાવવા આરોપીએ પ્રયાસ પણ કર્યો હતો. જાેકે સફળતા ન મળતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયા છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક બનેલા અપહરણ અને લૂંટના ગુનામાં મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર રાજકોટ-ગોંડલ હાઇવે પર પીઠડિયા ટોલનાકાથી સુરત તરફ નાસી છૂટવા પ્રયાસ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, આથી ટોલ પ્લાઝા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમીવાળી ગાડીમાંથી ડ્રાઇવર સાથે મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો મળી આવતાં પોલીસે ફિલ્મીસ્ટાઇલથી કારને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી દ્વારા એક વખત કારને આગળ ચલાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જાેકે નાસી છૂટવામાં તેને સફળતા મળી નહોતી. જ્યારે બાકીના આરોપીઓ રાજકોટ હોવાનું માલૂમ થતાં ક્રાઇમ બ્રાન્ચે અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતાં તેમનાં નામ ખુશાલ ઉર્ફે એમએલએ રાદડિયા, સુમિત સરવૈયા અને પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલા ૧૫૦૦ રૂપિયા પૈકી ૭૦૦ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુર ગામે રહેતા ચાંદીના વેપારી સત્યનારાયણ અંબાલાલ સોનીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવી હતી. ફરિયાદમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખસના નામ આપ્યાં હતાં. પોલીસ ફરિયાદમાં ચાંદીનું કામ કરતા સોની વેપારીએ જણાવ્યું હતું કે તેઓ કામ અર્થે રાજકોટ આવ્યા બાદ સવારે રાજસ્થાન જવા માટે ગ્રીનલેન્ડ ચોકડીએ ઊભા હતા. આ વખતે અર્ટીગા કારના ચાલકે અમદાવાદ સુધી પેસેન્જર તરીકે બેસાડ્યા હતા. બાદમાં કારમાં બેઠેલા ચાર શખસે સોની વેપારીનું અપહરણ કરી ગોંધી રાખી તેના પુત્ર સંજય પાસે ફોન કરાવ્યો હતો. બાદમાં પુત્ર પાસે વેપારીના ખાતામાં રૂપિયા નખાવ્યા હતા.

ખાતામાંથી ૧૫ હજાર ટ્રાન્સફર કરાવી તેમજ સોની વેપારીના ખિસ્સામાં રહેલા ૧૫૦૦ મળી કુલ ૧૬,૫૦૦ની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. શહેરની ગ્રીનલેન્ડ ચોકડીએથી રાજસ્થાથન જવા માટે જે બસ પકડવાની હતી એ છૂટી જતાં આ બસ લીંબડી પાસે ઊભી રહેવાની હતી, આથી ત્યાં સુધી પહોંચવા રાજસ્થાૂનના વેપારી ગ્રીનલેન્ડે ચોકડીથી એક અર્ટિગા કારમાં બેસતાં એમાં રહેલા ચાર શખસે ધોકો બતાવી ‘તમારું અપહરણ થઇ ગયું છે, છૂટવું હોય તો ૫૦ હજાર આપવા પડશે’ કહી ધમકાવતાં ગભરાયેલા વેપારીએ પોતાના પુત્રને ફોન કરી ઓનલાઇન રૂપિયા મગાવ્યા હતા.

બાદમાં પુત્રએ રાજકોટ સ્થિ ત કાકાને બનાવની જાણ કરી હતી. વેપારીના સંબંધીએ પોલીસને વાકેફ કરતાં બી ડિવિઝન પોલીસે મોબાઇલ ટ્રેસ કરી અપહૃત અને અપહરણકારોનું પગેરું દબાવી ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટલ પાસે અર્ટીગાને શોધી કાઢી હતી. જાેકે લૂંટારાઓએ કાર ભગાવી મૂકતાં પોલીસે ફિલ્મીટઢબે પીછો કરતાં લોઠડા નજીક કાચા રસ્તેિ લૂંટારાઓ કાર અને અપહૃતને છોડીને ભાગી ગયા હતા.

પકડાયેલા આરોપીઓ ચારેય મિત્ર હોવાનું અને રૂપિયાની જરૂરિયાત હોવાને કારણે રાજકોટમાં આવી લૂંટ કરવા અંગે પ્લાન ઘડ્યો હતો. લૂંટ માટે આરોપીઓએ તેમના જ અન્ય એક મિત્ર પાસેથી અર્ટિગા કાર મેળવી હતી અને બાદમાં લોઠડા નજીક પેટ્રોલ પંપ પાછળ મૂકી દીધી હતી, જે કારમાલિકની પૂછપરછ કરતા લૂંટનો પર્દાફાશ થયો છે.

Follow Me:

Related Posts