fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ચોતરફ ગાઢ ધુમ્મસ છવાયું: વાહનચાલકો પરેશાન

રાજકોટના શહેર અને હાઇવે વિસ્તારમાં આજે પરોઢીયેથી માંડી સવારના ૯ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જાેવાનું મુશ્કેલ બન્યું હતું. ગાઢ ધુમ્મસના પગલે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. જાેકે સવારના ૯ વાગ્યા બાદ સૂર્ય દેવતાએ દર્શન દેતા વાતાવરણ સ્વચ્છ બન્યું હતું. જેના કારણે સવારે ઠેર-ઠેર ઠંડીનો પણ અહેસાસ થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાક જીરાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે.

આથી ખેડૂતોમાં ચિંતા જાેવા મળી હતી. ગાઢ ધુમ્મસની અસર સૌથી વધારે જીરાને પાકને થાય છે. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળુ વાતાવરણ જાેવા મળ્યું હતું.રાજકોટ, ગોંડલ અને જસદણમાં આજે સતત બીજા દિવસે સવારે ઠેર-ઠેર તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થયો હતો. આજે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારના ૯ વાગ્યા સુધી ૧૦૦ ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

Follow Me:

Related Posts