સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં છૂટાછેડા બાદ યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા

આપઘાતનો પ્રયાસ કરનાર વિશાલ એક બહેનથી મોટો અને માતા પિતાનો એક જ આધારસ્તંભ છે. તે મોબાઇલ ફોનની દૂકાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ ત્રણેક મહિના પહેલા તેના લગ્ન થયા હતાં. પરંતુ બે મહિનામાં જ છુટાછેડા થઇ ગયા હતાં. આ પછી તે સતત ગુમસુમ રહેતો હતો. આ કારણે જ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભાનમાં આવ્યે પોલીસ તેનું નિવેદન નોંધશે. આજી વસાહત એંસી ફુટ રોડ પર ખોડિયારપરામાં રહેતાં વિશાલ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) નામના વણકર યુવાને રાતે દસેક વાગ્યે છતમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં એ વખતે જ તેના ફઇનો દિકરો આવી જતાં બચાવી લઇ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં સારવાર હેઠળ છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

Related Posts