રાજકોટમાં છેલ્લા ૨ વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રને ૧૮૧ અભયમ દ્વારા મુક્ત કરાયા
રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ૨ વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્ર મુક્ત કરવામાં આવ્યા છે. જેમણે સામાજિક સંસ્થા,૧૮૧ અભયમ દ્વારા કાર્યવાહી કરીને મુક્ત કરાયા છે. છેલ્લા ૨ વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટની શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ વેલનાથ ચોક પાસે આવેલ ગોવિંદનગર શેરી નં. ૨માં રહેતા સરલાબેન કાન્તિભાઈ પ્રજાપતિ ગત ૨ વર્ષથી ઘરમાં તેમના સંતાન સાથે રહે છે અને તેમના પતિ છેલ્લા લાંબા સમયથી દુબઈ વસવાટ કરે છે. સંસ્થા સાથે વાતચીત થતા એ વાત સામે આવી હતી કે,
મહિલાને ૨ વર્ષ પૂર્વે સારણગાંઠનું ઓપરેશન થયું હતું ત્યાર બાદ તેમની માનસિક સ્થિતિ બગડી હતી અને પરિણામે તેઓ શૌચક્રિયા તેમની પથારી પર જ કરતા હતા. રાજકોટમાં અગાઉ એક બે નહીં, પરંતુ આ ત્રીજી ઘટના સામે આવી છે. રાજકોટમાં સેવાભાવી સંસ્થાએ છેલ્લા ૨ વર્ષથી રૂમમાં બંધ ૪૫ વર્ષીય મહિલાને મુક્ત કરાવી છે. અને તેના ૧૩ વર્ષના પુત્રને અપનાવી ઉચ્ચ શિક્ષણ આપવા પહેલ કરી છે. આ ઘટનાની જાણ થતા સોસાયટીના લોકોએ ૧૮૧ અને સંસ્થાને જાણ કરી હતી, જેથી તેઓ તાબડતોડ રીતે ઘરે પહોંચ્યા હતા.
સામાજિક સંસ્થાઓના લોકોએ મા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. હાલ ઘરની સાફ સફાઈ પણ કરી હતી. તેમના ૧૩ વર્ષના પુત્રને ઉચ્ચ શિક્ષણ પણ આપશે. હાલ આ ઘટનામાં સરલાબેન પ્રજાપતિની આ હાલત ક્યાં કારણે થઇ તે અંગે વધુ વિગતો એકત્રિત કરાશે. હાલ આ પ્રકારના બનાવને રોકવા સંસ્થાઓ આગળ આવી રહી છે.
Recent Comments