રાજકોટમાં જિલ્લા પંચાયતની ૩૬ સીટ માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા
રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ સીટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદીજાહેર કરવામાં આવી છે. ગુરૂવારના રોજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ ૩૬ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જાહેર થયેલી ઉમેદવારોની યાદીમાં કાૅંગ્રેસમાં બળવો કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવનારા નિલેશ વિરાણીને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં કાૅંગ્રેસ પક્ષે ૩૬ બેઠક પૈકી ૩૪ બેઠક મેળવતા જિલ્લા પંચાયતમાં કાૅંગ્રેસનું શાસન આવ્યું હતું. શાસનમાં આવેલા કાૅંગ્રેસ પક્ષની બોડીમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નિલેશ વિરાણીની વરણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં રાજકોટ શહેરના પૂર્વ નગરસેવક ભુપત બોદરને પણ ટિકિટ આપવામાં આવી છે. કસ્તુરબાધામ સીટ પરથી ભુપત બોદરને ટિકિટ આપવામાં આવી છે. આગામી સમયમાં ભાજપનું શાસન જિલ્લા પંચાયતમાં આવશે ત્યારે ભુપત બોદરને જિલ્લા પંચાયત પ્રમુખ અથવા તો કારોબારી સમિતિના ચેરમેન પદ મળવાનું અત્યારથી જ ચર્ચાઈ રહ્યું છે.
Recent Comments