રાજકોટમાં જુગારમાં હારેલા પૈસા માટે માર મરાયો
રાજકોટ શહેરમાં તા.૧૦ના ઇમ્પિરિયલ હોટેલમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી લોધિકાના રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા સંચાલિત જુગાર ક્લબનો પર્દાફાશ કરી દશ શખ્સને લાખો રૂપિયાની મતા સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ મામલામાં હોટેલના મેનેજર અને રિસેપ્શનિસ્ટની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી, મેનેજરે એવી કબૂલાત આપી હતી કે, પોતે જુગાર માટે રૂમ આપ્યો હતો અને માલિક અજાણ હતા, મેનેજરની વાત ક્રાઇમ બ્રાંચે માની લીધી હતી અને મામલો સમેટી લીધો હતો.જાેકે, આ મામલે હુમલાનો ભોગ બનનાર સમીર સોરઠિયાએ પોતે જુગાર રમવાની કુટેવ ધરાવે છે, સાતમ આઠમ બાદ જામનગરના ધમભા ઝાલા અને જયપાલસિંહ ગોહિલ સહિતનાઓએ રાજકોટની ઇમ્પિરિયલ હોટેલના સ્યૂટ રૂમમાં જુગાર ક્લબ ચાલુ કરી હતી, પોતે સતત સાત દિવસ જુગાર રમવા હોટેલમાં ગયો હતો, રૂ.૧ લાખની બેંક એ પદ્ધતિથી જુગાર રમતા હતા અને પોતે રૂ.૧૭.૫૦ લાખ હારી ગયો હતો, જે રકમ પોતે ચૂકવવાનો હતો પરંતુ પૈસાની વ્યવસ્થા થઇ નહોતી, સોમવારે સાંજે જામનગરના ધમભા ઝાલાએ ફોન કરી જુગારના રૂ.૧૭.૫૦ લાખની ઉઘરાણી કરી હતી, હાલમાં પૈસાની વ્યવસ્થા નથી થોડા દિવસમાં એ રકમ ચૂકવી દેશે તેમ કહેતા ધમભાએ ગાળો ભાંડી હતી અને થોડીવારમાં રાજકોટ આવું છું તેવી ધમકી આપી હતી ત્યારબાદ ધમભા, જયપાલ ગોહિલ, રાજકોટનો કૃષ્ણસિંહ સહિતન શખ્સો ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો, અને ધમાલ કરી આરોપીઓ નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા સમીર સોરઠિયાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.શહેરના ઢેબર રોડ પર આવેલી ફાઇનાન્સરની ઓફિસમાં ઘૂસી માથાભારે શખ્સોએ રૂ.૧૭.૫૦ લાખની ઉઘરાણી કરી ધમાલ મચાવી ફાઇનાન્સરને બેરહેમીથી માર માર્યો હતો, આ ઘટનાએ ઇમ્પિરિયલ હોટેલમાં ચાલતા ગોરખધંધાને વધુ એક વખત ઉજાગર કર્યો હતો. ફાઇનાન્સરે આક્ષેપ કર્યો હતો કે, પોતે હોટેલમાં સાત દિવસ જુગાર રમ્યો હતો અને તેમાં રૂ.૧૭.૫૦ લાખ હારી ગયો હોય તેની ઉઘરાણીમાં ક્લબ સંચાલક સહિતનાઓએ હુમલો કર્યો હતો. સહકાર મેઇન રોડ પરની ન્યૂ રામેશ્વર સોસાયટીમાં રહેતા અને ઢેબર રોડ પર અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બાલાજી એન્ટરપ્રાઇઝ નામે ફાઇનાન્સની ઓફિસ ચલાવતાં સમીર મનુભાઇ સોરઠિયા (ઉ.વ.૩૬)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના ધમભા ઝાલા, જયપાલ ગોહિલ, રાજકોટના કૃષ્ણસિંહ તથા એક અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ભક્તિનગર પોલીસે જણાવ્યું હતું કે, સમીર પાસે જામનગરનો ધમભા ઝાલા રૂપિયા માગતો હોય તેની ઉઘરાણી બાબતે બોલાચાલી થયા બાદ આરોપીઓ સમીરની ઓફિસે ધસી ગયા હતા અને ધમભાએ ફાઇનાન્સર સમીરને પતરાંની પેટી મારી હતી તથા અન્ય શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Recent Comments