ફરી એક વાર રાજકોટમા ગમખ્વાર અકમાત સર્જાયો છે જેમાં, એક માસૂમ બાળકનું સ્કૂલે થી ઘરે જતાં કરુણ મોત થયું હતું, રાજકોટના સંતકબીર રોડ પર ૧૨ વર્ષનાં બાળકને ટ્રકચાલકે અડફેટે લીધો હતો. ટ્રકની જાેરદાર ટક્કરથી માસૂમ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ત્યાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, બેદરકારીપૂર્વક ટ્રક હંકારતા ચાલકે એક માસૂમને અડફેટે લીધો હતો.
ટ્રકની ટક્કરથી માસૂમ બાળક જમીન પર પટકાયું હતું અને તેને માથા અને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી અને બાળકને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે, બીજી તરફ અકસ્માત સર્જનાર ડ્રાઇવર ટ્રક મૂકીને ફરાર થઈ ગઈ હતો.આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસની (ઇટ્ઠદ્ર્ઘાં ર્ઁઙ્મૈષ્ઠી) ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક બાળકની ઓળખ પવન નિશાદ તરીકે થઈ છે. પવન સ્કૂલેથી સાઇકલ પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. માસૂમ બાળકનાં મોતથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી છે.
Recent Comments