રાજકોટમાં ટ્રસ્ટના નેજા હેઠળ મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું
તહેવારો દરમિયાન ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવે છે. ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ગીતાનાગર વિસ્તારમાં આવેલ સમર્પણ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પર દરોડા પાડવામા આવ્યા હતા. જ્યાં તેના રાજેશભાઈ અરજણભાઈ સરવૈયા પાસેથી લેવાયેલા નૂમનામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. આ ઉપરાંત ગત ઓગસ્ટ માસ દરમિયાન સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં આરોગ્ય શાખાએ દરોડા પાડ્યા છે. જેમાં પેકેજીંગ વસ્તુ વેચાણ કરતા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં આરોગ્ય વિભાગના કંટ્રોલરૂમની સામે આવેલ બોમ્બે સ્પેશિયલ આઈસ્ક્રિમ સ્ટોલમાં મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખ્યા વગરનું આઇસ્ક્રિમ મળી આવતા તાત્કાલિક સ્ટોલને સીલ કરવામાં આવ્યો હતો. અને તેના નૂમના લેવામાં આવ્યા હતા. મનપાના ટેસ્ટિંગમાં સામે આવ્યું હતું કે, આ આઇક્રીમ વાસી છે. જેને પગલે ૮૦૦ નંગ વાસી આઇક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો. રેસકોર્સ મેદાનમાં આયોજિત લોકમેળામાં સ્ટોલ ધારક હિતેશભાઈ પિયુષભાઈ ધોળકીયાના સ્ટોલ નં. એક્સ-૧૩ આઇસ્ક્રિમ ચોકઠામાં બોમ્બે ફેમસ- પ્રીમિયમ આઇસ્ક્રિમમાં સ્થળ તપાસ દરમિયાન વેચાણ થતાં વિવિધ પ્રકારના આઇસ્ક્રિમ કપ, કેન્ડી તથા કોન પર બેચ નંબર, ઉત્પાદક તારીખ કે એમઆરપી જેવી કોઈ પણ પ્રકારની જરૂરી વિગતો લેબલ પર દર્શાવી ન હોવાને લીધે વિવિધ ફ્લેવરના આઇસ્ક્રિમ કપ કુલ ૮૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કેન્ડી કુલ ૧૦૦૦ નંગ, ગો ફ્રેશ બ્રાન્ડ કોન કુલ ૧૦૦૦ નંગ મળીને આશરે રૂ.૮૦,૦૦૦ કિમતનો જથ્થાનું વેચાણ સ્થગિત કરાવ્યું છે
તેમજ ફૂડ સ્ટોલ પર આપવામાં આવેલ ફૂડનો પરવાનો રદ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે નોટિસ આપવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના પરીક્ષણ સાથે હવે વધુ એક વખત ચાના નમુના લેવાનું શરૂ કરાયું છે. રાજકોટના રસ્તા અને બજાર વિસ્તારમાં ચાનો ધંધો એ ઉદ્યોગની જેમ ચાલે છે ત્યારે ચા અને ચાની ભુકીનું પરીક્ષણ વધુ એક વખત શરૂ કરાયું છે. જેમાં આજે લીમડા ચોકમાં આવેલ મોમાઇ ટી સ્ટોલમાંથી ચાની લુઝ ભુકીનો નમુનો લેવામાં આવ્યો હતો. તો ફૂલછાબ ચોક પર આવેલા ખોડિયાર ટી શ્ પાનમાંથી ચા લુઝનો નમુનો લઇને આ બંને સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
Recent Comments