સુરતથી જામજાેધપુર જતી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાંથી રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પરથી યુવકને મૃતદેહ મળ્યો છે. બસ નંબર જીજે-૨૪-એક્સ-૨૬૪૧ નંબરની બસમાં સીટ નંબર એફ પરથી આ યુવકનો મૃતદેહ મળ્યો છે. મૃતકનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યું છે. બસમાંથી મૃતહેદ મળ્યા બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
રાત્રિના ૧૧ઃ૩૦ બાદ બનાવ બન્યાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઉપરાંત બસની અંદર રહેલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ બસને બી ડિવિઝન લઈ જવામાં આવી છે.રાજકોટમાં ખાનગી બસમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકને મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. ડીસીપી પ્રવિણ કુમાર મીનાએ બસમાં જઈને તપાસ કરી હતી. એફ.એસ.એલ અને ડોગ સ્કવોડને બોલાવવામા આવી છે. યુવાનમાં ગાળાના ભાગે બ્લેડના ચેકા મારેલા જાેવા મળ્યા હોવાથી હત્યાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


















Recent Comments