સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ટ્રેનમાં મુસાફરો પાસેથી પૈસા પડાવતો નકલી ટીટી ઝડપાયો

સુરેન્દ્રનગર સરસ્વતી નગરમાં રહેતા અને રાજકોટ રેલ્વે ડિવિઝનમાં ૧૦ વર્ષથી ગાર્ડ તરીકે નોકરી કરતા પરશુરામ કિશનલાલ માળી (ઉ.વ.૫૮)એ રેલ્વે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આકાશ હનુમાનસિંહ રાજપુરોહીત (ઉ.વ.૨૨)નું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ઓખા જબલપુર ટ્રેનમાં રાજકોટથી પરત ઘરે સુરેન્દ્રનગર જવાનીકળ્યા હતા ત્યારે આરોપી ટીકીટ ચેક કરતા ફરિયાદી પાસે પહોચ્યો હતો. આ વખતે આરોપીએ ટીટીનો ડ્રેસ પહેરેલ ન હોય શંકા જતા તેની પાસે આઈ કાર્ડ માંગતા રતલામ ડિવિઝન પશ્ચિમ રેલ્વેનું આઈકાર્ડ બતાવેલ જે બોગસ હોવાનું શંકા જતા આરપીએફને જાણ કરી હતી. આરપીએફ દ્વારા ટીકીટ ચેકીંગ કરતા આકાશ રાજપુરોહિતની અટકાયત કરી પુછપરછ કરતા તેની પાસે રહેલું આઈકાર્ડ બોગસ હોવાનું અને તોડ કરવા માટે જ ટીટીનો સ્વાંગ રચી પેસેન્જર પાસેથી ટીકીટ ઉઘરાવતો હોવાનું જણાવ્યું છે. આ અંગે રેલ્વે પોલીસે બોગસ ટિકિટચેકર સામે ગુનો નોંધી વિશેષ તપાસ ચલાવી હતી.રાજકોટની ઓખા-જયપુર ટ્રેનમાં બોગસ ટીટીનો સ્વાંગ રચી વગર ટીકીટે મુસાફરી કરતા મુસાફરો પાસેથી તોડ કરતા બોગસ ટીટી રેલ્વે કર્મચારીની ઝપટે ચડી ગયા બાદ આરપીએફના હવાલે કરી દેતા બોગસ ટીટી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

Related Posts